Connect Gujarat
Featured

કૃષ્ણ ભક્તિને ઉજાગર કરતા વિડીઓ આલ્બમ ‘કન્હૈયા કી યાદ આયે’ માં ભરૂચના ૧૦ વર્ષીય તથ્ય દવે તથા ભૂમિ સોલંકી એ અભિનયના ઓજસ પાથર્યા

કૃષ્ણ ભક્તિને ઉજાગર કરતા વિડીઓ આલ્બમ ‘કન્હૈયા કી યાદ આયે’ માં ભરૂચના ૧૦ વર્ષીય તથ્ય દવે તથા ભૂમિ સોલંકી એ અભિનયના ઓજસ પાથર્યા
X

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પ્રવાસન ધામ કડિયા ડુંગર ખાતે તાજેતરમાં જ એક વિડીઓ આલ્બમનું શૂટ કરાયું હતું જેમાં ભરૂચના કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતા.

શ્રીકૃષ્ણ ને હિંદુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે. વળી શ્રીકૃષ્ણને જગદ્‌ગુરુ પણ કહેવામાં આવે છે. કૃષ્ણનું સ્મરણ માત્ર તમામ સમસ્યાઓનું નિરાકરણ કરી આપતું હોએ છે ત્યારે કૃષ્ણ ભક્તિને ઉજાગર કરતા વિડીઓ આલ્બમ ‘કન્હૈયા કી યાદ આયે’ નું તાજેતરમાં જ રાજ્ય સરકારના પ્રવાસન ધામ તરીકે વિકસેલ કડિયા ડુંગર ખાતે શુટિંગ કરવામાં આવ્યું હતું.

આ વિડીઓ સોંગ હાલ માયરા ફિલ્મ્સની યુ ટ્યુબ ચેનલ પર ધૂમ મચાવી રહ્યું છે. આ વિડીઓ સોંગમાં ભરૂચની આનંદ નિકેતન સ્કુલમાં ધો. ૫ માં અભયાસ કરતા ૧૦ વર્ષીય બાળ કલાકાર તથ્ય દવેએ કન્હૈયાની ભૂમિકા ભજવી છે. જયારે ભરૂચના જ કલાકાર ભૂમિ સોલંકીએ કૃષ્ણ ભક્તિમાં લીન મીરા અને જશોદામાતા ની અનુભૂતિ કરાવતી અદાકારી કરી છે.

મૂળ ભરૂચના અને હાલ મુંબઈ સ્થાયી થયેલ દીપ મહેતાએ આ વિડીઓ આલ્બમનું દિગ્દર્શન જયારે ફરદીન ખાને વિડીઓ શૂટ કરી પોતાની કલાનું કૌશલ્ય બતાવ્યું છે. ગીતના બોલ ભરૂચના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ લખ્યા છે જયારે તેને કંઠ બંગાળી સિંગર પ્રિયંકા બાસુએ આપ્યો છે. પ્રીતિ સોની દ્વારા નિર્મિત આ વિડીઓ આલ્બમ હાલ યુટ્યુબ પર લોન્ચ કરાયું છે અને તેને સાંભળી અને નિહાળી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જવાનું સૌને મન થઇ જાય છે. તો કડિયા ડુંગરના આલ્હાદાયક લોકેશન પણ વિડીઓ સોંગને ચાર ચાંદ લગાવી દે છે. માયરા ફિલ્મ્સ દ્વારા આ અગાઉ પણ અનેક ધાર્મિક વિડીઓ આલ્બમ તૈયાર કરાયા છે જેમાં અનેક ગરબા ગીતો, લોક ગીતો અને ભક્તિમય ગીતોનું નિદર્શન કરાઈ ચુક્યું છે.

Next Story