Connect Gujarat
ગુજરાત

કેવડીયામાં પ્રવાસીઓ માટે 3 નવા પ્રવાસન આકર્ષણોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

કેવડીયામાં પ્રવાસીઓ માટે 3 નવા પ્રવાસન આકર્ષણોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ
X

રાજ્યના

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકતા નગરી કેવડિયા ને વધુ દર્શનીય બનાવતા ૩ અભિનવ

પ્રવાસન આકર્ષણોનું આજે લોકાર્પણ કર્યું હતું. આ નવા આયામોને લીધે દેશ-વિદેશના

પ્રવાસીઓની કેવડીયાની મુલાકાતમાં અભિરુચિ વધશે અને પ્રવાસન વિકાસને નવો વેગ મળશે.

કેવડીયામાં હાલ વર્ષે 25 લાખ પ્રવાસીઓ આવે છે એનો ઉલ્લેખ

કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે પ્રવાસીઓની સંખ્યા વધીને વર્ષે 50 લાખ થશે એવો અંદાજ છે.તેને અનુલક્ષીને કેવડીયામાં

પ્રવાસીઓ માટે આનંદ-પ્રમોદ અને ભોજન -નિવાસની સમુચિત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી

છે.આમ આદમીને પરવડે અને એ પ્રવાસનો આનંદ માણી શકે એ માટે વાજબી દરે સરળ અને સરસ

સુવિધાઓના વિકાસના લક્ષ્ય સાથે કામ થઈ રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું .

મુખ્યમંત્રીએ એકતા નગરીનું બિરુદ

પામેલા કેવડીયામાં આજે એકતા નગર પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યું હતું. તેમણે

પ્રવાસીઓ માટે વાજબી દરે નિવાસ-ભોજનની સુવિધા આપતી બીઆરજી બજેટ સ્ટે તેમજ ફર્ન

સરદાર સરોવર રિસોર્ટની ખાનગી નિવાસી સુવિધાઓને ખુલ્લી મૂકી હતી .તેમણે વન વિભાગ

દ્વારા ઉછેરવામાં આવી રહેલા રમણીય આરોગ્ય વનનું નિરીક્ષણ કર્યું હતું તથા સુધારા

વધારા અને જાળવણીના ઉપયોગી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ ડો.

જે.એન.સિંઘ, સરદાર સરોવર નર્મદા નિગમના એમડી ડો.રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના અગ્રસચિવ

કે.કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને ઉચ્ચાધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ધનતેરસના પવિત્ર અને શુભ પર્વે પ્રવાસી સુવિધાઓમાં અભિવૃદ્ધિનો આનંદ

વ્યક્ત કર્યો હતો. તેમણે આરોગ્ય વનની દિવાલો અને ઓપન સ્પેસને મેઘધનુષી રંગોથી

સજાવી અને વિવિધ પ્રકારની વેલો ઉછેરી હરીત રમણીયતા ઉભી કરવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ

ખલવાણી ઇકો ટુરીઝમ સાઇટ ખાતે ટ્રી હાઉસ અને ફેમીલી ટેન્ટની સુવિધાઓ એફોર્ડેબલ

સુવિધાઓની જાણકારી મેળવી હતી અને ડાઇક નંબર-૩ ખાતે બોટીંગ અને સાઇકલીંગની

સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૩૧ મી

ઓકટોબરના રોજ યોજાનારી શાનદાર એકતા પરેડના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત

તેમણે વેલી ઓફ ફલાવર, ગ્લો ગાર્ડન, કેકટસ ગાર્ડન, એકતા મોલ સહિતના પ્રગતિ હેઠળના નવા આયોજનોનું નિરીક્ષણ પણ કર્યું હતું.

૧૦૦

દિવસમાં જુના સરકારી ક્વાર્ટસ તોડીને પ્રવાસીઓ માટે વાજબી દરની સુવિધાઓ વિકસાવવા

માટે મુખ્યમંત્રીએ બીઆરજી ગૃપના કાર્યવાહક સરગમ ગુપ્તા અને બીઆરજી ગૃપને અભિનંદન

આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આ સ્થળે દૈનિક રૂા.૪૭૫ ના દરે નિવાસની સુવિધા

આપતાં ૪૦ રૂમ અને ભોજનગૃહ બનાવવામાં આવ્યું છે. તેવી જ રીતે સરદાર સરોવર રીસોર્ટ

ખાતે હાલમાં ૫૦ રૂમની નિવાસી સુવિધા શરૂ થઇ છે અને ૬ મહિનામાં અહીં ૨૦૦ રૂમ શરૂ

થશે.

મુખ્યમંત્રીએ

જણાવ્યું હતું કે, ૩૧ મી ઓક્ટોબરે સરદાર સાહેબની વિશ્વની સર્વાધિક ઉંચી પ્રતિમાનાં લોકાર્પણને

એક વર્ષ પુરૂં થશે, તે નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અત્રે એક દિવસ રોકાણ કરશે.

વિશ્વ બેંકના અધ્યક્ષ પણ હાલમાં કેવડીયાની મુલાકાતે આવી રહ્યાં છે. દિવાળીનાં

પર્વમાં અહીં નવા આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને આઇ.એફ.એસ. અધિકારીઓની તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં

આવ્યું છે. આમ, કેવડીયા સતત પ્રવૃત્તિઓથી ધબકતું પ્રવાસન ધામ બનીને ઉભરી રહ્યું છે.

અમારો

સંકલ્પ કેવડીયાને વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બનાવવાનો છે અને તેને અનુલક્ષીને

વિવિધ પ્રોજેક્ટસ કેવડીયામાં સાકાર કરવામાં આવી રહ્યાં છે. તેમણે પ્રવાસીઓની

સુવિધામાં વધારો કરતા અને કેવડીયાને દર્શનીય અને રમણીય બનાવતાં વિવિધ બહુઆયામી

પ્રકલ્પો ખુબ ઝડપથી અને સમયમર્યાદામાં સાકાર કરવા માટે સરદાર સરોવર નિગમનાં એમ.ડી.

રાજીવકુમાર ગુપ્તા, જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વહિવટદાર આઇ.કે.પટેલ સહિતની

ટીમને અભિનંદન આપ્યાં હતા.

મુખ્યમંત્રીએ

જણાવ્યું કે, વન વિભાગ દ્વારા જે આરોગ્ય વન ઉછેરવામાં આવી રહ્યું છે, તે ઔષધિય વનસ્પતિ વારસાને જીવંત

રાખવાની સાથે લોકોને આ વનસ્પતિઓની ઉપયોગિતા અને અમૂલ્યતાનું શિક્ષણ આપશે. મુખ્યમંત્રીશ્રીએ

બીઆરજી બજેટ એકોમોડેશન ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીને બીઆરજી ગૃપનાં મોભી શ્રી બકુલેશભાઇ ગુપ્તાએ આવકાર્યા હતા. ગૃપના

એમ.ડી. શ્રી સરગમભાઇ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કેવડીયામાં આમ આદમી પ્રવાસનનો આનંદ માણી

શકે અને તેના બજેટને પરવડે એવી સુવિધાઓ વિકસાવવાનો અનુરોધ કર્યો છે. અમે અમારી આ

સુવિધા દ્વારા તેમાં યોગદાન આપતાં આનંદ અનુભવીએ છીએ.

મુખ્યમંત્રીએ ખલવાણીથી સરદાર સરોવર

બંધ સુધી તેમજ શ્રેષ્ઠ ભારત ભવનથી ઝરવાણી સુધીની સાઇકલ ટુરના પ્રવાસન આકર્ષણનો

પ્રારંભ કરાવ્યો. પ્રવાસન વિભાગ અને નર્મદા નિગમના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં

આવેલી સાયકલ પ્રવાસનની આ સાહસિક પ્રવૃત્તિમાં પ્રવાસીઓ એકલા અને યુગલમાં જોડાઇ

શકશે. તેમણે ડાયનાસોરના યુગની યાદો તાજી કરતાં ડાયનોટ્રેલને પ્રવાસીઓ માટે ખુલ્લું

મુક્યું હતુ અને જંગલ સફારી પાર્કની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, રેન્જ આઇ.જી. અભય ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ

સહિત સરદાર સરોવર નિગમ, વન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ અને જિલ્લા પ્રશાસનનાં ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત

રહ્યાં હતાં.

Next Story