Connect Gujarat
Featured

કોરોનાના સંક્રમણને રોકવા માટે વેપારીઓની પહેલ, સ્વયંભુ દુકાનો રાખી બંધ

કોરોનાના સંક્રમણને રોકવા માટે વેપારીઓની પહેલ, સ્વયંભુ દુકાનો રાખી બંધ
X

ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલાં સંક્રમણ વચ્ચે વેપારીઓ સ્વયંભુ દુકાનો બંધ રાખી સ્વયંભુ લોકડાઉનનો અમલ કરી રહયાં છે. દુકાનો બંધ રહે તો લોકો પોતાના ઘરોમાં જ રહે તેવા આશય સાથે વેપારીઓ આર્થિક નુકશાન વેઠીને પણ દુકાનો બંધ રાખવા તૈયાર થયાં છે.

ગુજરાતમાં સરેરાશ રોજના કોરોનાના 10 હજાર કરતાં વધારે કેસ આવી રહયાં છે. કોરોનાના કેસના કારણે લોકડાઉનની માંગ ઉઠી રહી છે પણ રાજય સરકાર લોકડાઉનનો સતત ઇન્કાર કરી રહી છે. બજારો ખુલ્લાં હોવાથી લોકોની અવરજવર જોવા મળી રહી છે. જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે. તાજેતરમાં વડાપ્રધાને પણ રાજય સરકારોને અંતિમ વિકલ્પ તરીકે લોકડાઉનને પસંદ કરવા સુચના આપી છે. આવા સંજોગોમાં ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં લોકો અને વેપારીઓ સ્વયંભુ બંધ પાળી રહયાં છે. મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણાના વેપારીઓએ 11 દિવસ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને તેનો ગુરૂવારથી અમલ શરૂ કરી દેવાયો છે. મહેસાણા શહેરના રસ્તાઓ પર લોકોની જુજ અવરજવર તથા મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી..

કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે. કચ્છીમાંડુઓ પણ સ્વયંભુ બંધ પાળી કોરોનાની ચેઇન તોડવામાં મદદરૂપ બની રહયાં છે. કચ્છના મુંદ્રા શહેરમાં ગુરૂવારથી પાંચ દિવસના સ્વયંભુ લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ગુરૂવારના રોજ શહેરની મોટાભાગની દુકાનો બંધ રહી હતી.

Next Story