Connect Gujarat
Featured

રાજયની છ મહાનગરપાલિકાઓમાં મતદાનનો પ્રારંભ, વાંચો કેવી રીતે કરશો મતદાન

રાજયની છ મહાનગરપાલિકાઓમાં મતદાનનો પ્રારંભ, વાંચો કેવી રીતે કરશો મતદાન
X

રાજયની છ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં આજે રવિવારના રોજ ચૂંટણી યોજાઇ રહી છે અને સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે છ વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. છ મહાનગરપાલિકામાં 2 હજાર કરતાં વધારે ઉમેદવારો અને 1.14 કરોડ મતદારો નોંધાયાં છે. મહાનગરપાલિકાઓની મતગણતરી 23મીના રોજ કરવામાં આવશે. હવે તમને જણાવી રહયાં છે કે મતદાન કેવી રીતે કરશો..

આ માટે 4 વખત અલગ અલગ ઉમેદવારના નામ સામે 4 વખત બટન દબાવવાનું રહેશે. જો કોઈ મતદાર 4 મત આપ્યા પછી 5માં ઉમેદવારને મત આપશે. તો તેમનો મત રદ થઈ જશે. જો કે, 4થી ઓછા ઉમેદવારને મત આપી શકાય છે. 4 ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટ્રરનું બટન દબાવવું ફરજિયાત હોય છે.


તમારે મતદાન ક્યા મથક પર કરવાનું છે તે જાણવા માટે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ ઘરે સ્લીપ ડ્રોપ કરે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું નથી. તમારા મતદાન મથક વિશેની માહિતી મેળવવા માટે આપ http://secsearch.gujarat.gov.in/search/default.aspx પર માહિતી મેળવી શકો છો. આ લીંક પર જશો તો તમારું એપીક કાર્ડ નંબર પૂછશે અથવા નામ સરનામા દ્વારા પણ ક્યાં મતદાન કરવાનું છે તે જાણી શકશો.

જો તમારૂ એપીક કાર્ડ ખોવાઈ ગયું હોય તો ચૂંટણી પંચે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા ફોટો ઓળખકાર્ડને માન્યતા આપી છે. એપીક નંબર સાથે આ દસ્તાવેજો હશે તો પણ તમે કરી શકશો

મહાનગરપાલિકામાં એકવોર્ડમાં 4 ઉમેદવારો હોય. 2 મહિલા 2 પુરુષ. આપણે ત્યાં નગરપાલિકા, મહાનગરપાલિકામાં મહિલા અનામત છે માટે જેટલા ઉમેદવાર પુરુષ હોય એટલા જ ઉમેદવાર મહિલા પણ હોય. કોઇ પણ મતદાર માત્ર ચાર જ મત આપી શકશે.

ઈવીએમમાં ભાજપ-કોંગ્રેસ કે આપના ઉમેદવાર એક જ લાઈનમાં હોય. ઉમેદવારોના નામ ઈવીએમમાં ક્કકા પ્રમાણે હોય છે.ઈવીએમમાં તમે આપેલા મતોને સુરક્ષિત કરવા માટે ઈવીએમની છેડે પીળા કલરનું બટન હશે. એ દબાવવું ખાસ જરૂરી છે. પીળું બટન દવાબશો પછી જ તમારો મત અપાયો ગણાશે.

મતદાન કરવા જાવ તો આટલા મુદ્દાઓને ધ્યાનમાં જરૂરથી રાખજો. તમારો મત કિમંતી છે અને લોકશાહીના પર્વમાં મતદાન અતિ આવશ્યક છે તો આપણે સૌ મતદાન કરી નાગરિક ધર્મ બજાવીએ તેવી કનેકટ ગુજરાત પરિવાર તરફથી અપીલ કરવામાં આવે છે.

Next Story