Connect Gujarat
Featured

પશ્ચિમ આફ્રિકા: બંદૂકધારીઓનો તાંડવ; 3 કલાકમાં 137 લોકોને ઉતાર્યા મોતને ઘાટ

પશ્ચિમ આફ્રિકા: બંદૂકધારીઓનો તાંડવ; 3 કલાકમાં 137 લોકોને ઉતાર્યા મોતને ઘાટ
X

પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજરમાં મોટર સાયકલ પર સવાર બંદૂકધારીઓએ એવો આતંક મચાવ્યો કે ગામના લોકો સ્મશાનમાં ફેરવાયા. આ બંદૂકધારીઓએ 3 કલાકમાં 137 લોકોની હત્યા કરી દીધી હતી. હુમલાખોરો મોટી સંખ્યામાં હતા અને બાઇક પર સવાર હતા. હુમલાખોરોએ ટોળા પર ઘણા મકાનોને આગ ચાંપી અને અંધાધૂંધ ફાયરિંગ કરી.

મળતી માહિતી મુજબ, નાઇજરના પશ્ચિમ વિસ્તારમાં તાહુઆમાં ઇન્ટાજેન, બેકોરેટ અને અન્ય સ્થળોએ હુમલાખોરો લોહીની નદીઓ વહાવી હતી. આ વિસ્તાર માલી બોર્ડરની નજીક આવે છે. જોકે હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સ્થાનિક અધિકારીઓએ અગાઉ આશરે 60 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ હવે ત્યાંની સરકારે કહ્યું છે કે આ હુમલામાં 137 લોકો માર્યા ગયા છે.

તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમના નાઇજર વિસ્તારમાં આતંકવાદી પ્રવૃતિઓ વધી છે. મળતી માહિતી મુજબ કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ગયા અઠવાડિયે પણ 66 લોકોની હત્યા કરવામા આવી હતી. આ વિસ્તારોમાં સામાન્ય નાગરિકો જ નહીં, સુરક્ષા દળો પર પણ હુમલા કરવામાં આવ્યા છે.

Next Story