Connect Gujarat
Featured

સજન રેડિયો બજાઈઓ જરા...! આજે 13મી ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડીયો દિવસ

સજન રેડિયો બજાઈઓ જરા...! આજે 13મી ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડીયો દિવસ
X

સમગ્ર વિશ્વમાં 13મી ફેબ્રુઆરીના રોજ રેડીયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. મનોરંજનની સાથે જ્ઞાનમાં વધારો કરવા માટે રેડીયોની લોકપ્રિયતાનો ગ્રાફ ફરી ઉંચે જઇ રહયો છે.

અસંખ્ય ટીવી ચેનલો, સોશ્યલ મીડિયા, મલ્ટિપ્લેક્ષ અને બીજા ઘણા બધાં ગીત સંગીત અને આની માહિતી પીરસતા માધ્યમો હોવા છતાં રેડિયોની લોકપ્રિયતા ઘટી નથી એ સાબિત કરે છે કે રેડિયો એની શોધ થયેથી આજ સુધી કિશોરાવસ્થા,યુવાનો અને વડીલોનું લોકપ્રિય માધ્યમ રહ્યું છે અને રહેશે. વિવિધ ભારતી, ઓલ ઈન્ડિયા રેડિયો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર તથા આજે મોટા ભાગના શહેરોમાં FM રેડિયોના કેન્દ્ર આજે પણ મનોરંજન સાથે ઉપયોગી માહિતી પીરસી રહ્યા છે અને રહેશે. એક જમાનો હતો જ્યારે રેડિયો સિલોન પરથી બિનાકા ગીતમાલા દર બુધવારે પ્રસારિત થતી અને અમિન સયાનીજી એનું સંચાલન કરતાં હતાં. વિવિધભારતી પર છાયાગીત , સંગીત સરિતા, પીટારા , સખી સહેલી જેવા કાર્યક્રમો સાંભળવાએ એક અનેરો આનંદ હતો.

રેડીયોની લોકપ્રિયતા હવે ધીમે ધીમે વધી રહી છે. ખાસ કરીને કાર કે અન્ય વાહનોમાં તમને એફએમ રેડીયો અચુક સાંભળવા મળતો હોય છે. મનોરંજનની સાથે સમાચારો તથા અન્ય જ્ઞાનસભર માહિત હવે રેડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આજે વિશ્વ રેડીયો દિવસના અવસરે રેડીયો સાંભળતા તમામ શ્રોતાજનોને હાર્દિક શુભેચ્છાઓ…

Next Story