Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાન: કાબુલમાં હાઈસ્કૂલ પાસે સતત ત્રણ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 20 લોકોના મોત, ઘણા ઘાયલ

પહેલો બ્લાસ્ટ એક ટ્રેનિંગ સેન્ટર પાસે થયો હતો, જ્યારે બીજો બ્લાસ્ટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલની સામે થયો હતો.

અફઘાનિસ્તાન: કાબુલમાં હાઈસ્કૂલ પાસે સતત ત્રણ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 20 લોકોના મોત, ઘણા ઘાયલ
X

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે ત્રણ જોરદાર વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ અલગ અલગ જગ્યાએ થયા છે. વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ કાબુલમાં ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા એજન્સીઓ આ વિસ્ફોટોની તપાસ કરી રહી છે.ત્રણેય વિસ્ફોટો પશ્ચિમી કાબુલમાં થયા હતા. પહેલો બ્લાસ્ટ એક ટ્રેનિંગ સેન્ટર પાસે થયો હતો, જ્યારે બીજો બ્લાસ્ટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલની સામે થયો હતો.

ત્રીજો બ્લાસ્ટ પણ આ જગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ ત્યારે થયો જ્યારે શાળાના બાળકો વર્ગમાં જઈ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પહેલો બ્લાસ્ટ મુમતાઝ નામના ટ્રેનિંગ સેન્ટર પાસે થયો હતો. વિસ્ફોટ હેન્ડ ગ્રેનેડ વડે કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે. ગૃહ મંત્રાલયે અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું કે આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

Next Story