ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા:6નાં મોત, દેશભરમાં ઈન્ટરનેટ બંધ

પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે.

New Update

પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 6 લોકોનાં મોતના સમાચાર છે. કાર્યકરોએ મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરી હતી. લાહોરમાં ગવર્નર હાઉસ સળગાવી દેવામાં આવ્યું. કરાચીના કેન્ટ વિસ્તારમાં હુમલો થયો હતો.સેનાએ અલ કાદિર યુનિવર્સિટી કૌભાંડ કેસમાં મંગળવારે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી હતી. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર ઈમરાન આગામી 4-5 દિવસ સુધી તપાસ એજન્સી NABની કસ્ટડીમાં રહેશે. તેના પર અબજો રૂપિયાના કૌભાંડ અને મની લોન્ડરિંગનો આરોપ છે. ઈમરાન બે કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં પાકિસ્તાન રેન્જર્સે તેની ધરપકડ કરી હતી.

Latest Stories