Connect Gujarat
દુનિયા

અમેરિકાએ ઇરાનનું 10 લાખ બેરલ ઓઇલ જપ્ત કર્યું, અમેરિકાએ બંને દેશો વચ્ચે ટકરાવ વધે તેવું પગલું ભર્યું....

અમેરિકાએ આ વર્ષે ઈરાનનુ દસ લાખ બેરલ ઓઈલ જપ્ત કર્યુ છે. જે કંપની સામે કાર્યવાહી કરી છે

અમેરિકાએ ઇરાનનું 10 લાખ બેરલ ઓઇલ જપ્ત કર્યું, અમેરિકાએ બંને દેશો વચ્ચે ટકરાવ વધે તેવું પગલું ભર્યું....
X

અમેરિકાએ આ વર્ષે ઈરાનનુ દસ લાખ બેરલ ઓઈલ જપ્ત કર્યુ છે. જે કંપની સામે કાર્યવાહી કરી છે તેણે ઈરાનનુ ઓઈલ વેચવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને અમેરિકાના પ્રતિબંધોનુ ઉલ્લંઘન કર્યુ છે. ઈરાનનુ તેલ જપ્ત કરવાની સાથે સાથે અમેરિકાએ એવો પણ આરોપ મુકયો છે કે, ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ઘણા જહાજો પર ગેરકાયેદસર રીતે કબ્જો કરવામાં આવી રહ્યો છે. ઈરાન હવે ચાંચિયાગીરી પર ઉતરી આવ્યુ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તત્કાલિકન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળથી સબંધો વણસ્યા છે. આ પહેલા 2015માં થયેલા પરમાણુ કરારના ભાગરુપે અમેરિકાએ ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવી દીધા હતા. તેના બદલામાં ઈરાને પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામને ધીમો પાડવાનુ સ્વીકાર્યુ હતુ. જોકે 2018માં આ સમજૂતિને ટ્રમ્પે રદ કરી નાંખી હતી. ટ્રમ્પને હરાવીને પ્રમુખ બનેલા જો બાઈડને પણ ટ્રમ્પના પ્રતિબંધોને યથાવત રાખ્યા છે. તેના કારણે બંને દેશો વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાનને જવાબ આપવા માટે અખાતી દેશોમાં અને સમુદ્રમાં પોતાની સૈન્ય તાકાત વધારવાનુ ચાલુ રાખ્યુ છે.

Next Story