Connect Gujarat
દુનિયા

ચીન : યુદ્ધ અને લૉકડાઉનની દહેશત વચ્ચે લોકો જીવન જરૂરી ચીજવસ્તુ સંગ્રહ કરવા માંડ્યા

ચીન : યુદ્ધ અને લૉકડાઉનની દહેશત વચ્ચે લોકો જીવન જરૂરી ચીજવસ્તુ સંગ્રહ કરવા માંડ્યા
X

ચીનની સરકારે સ્થાનિક નાગરિકોને પોતાના રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓનો સંગ્રહ કરી લેવા માટેના આદેશ આપ્યા છે. જોકે, એવા સમયે જ આદેશ આપવામાં આવ્યો છે કે, જ્યારે વરસાદથી શાકભાજીનો તૈયાર થયેલો પાક ધોવાઇ ગયો છે. ચીનમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આદેશ બાદ ચીનમાં લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે.

ચીનમાં લોકો ઘર વપરાસ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે, ચોખા, નૂડલ્સ, તેલ અને મીઠા જેવી ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરી રહ્યા છે. આ સાથે જ ચીની સોશિયલ મીડિયા પર લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, તાઇવાન સાથે યુદ્ધની ભીતિના પગલે ચીન સરકાર દ્વારા આ આદેશ જારી કરાયો છે. ઉપરાંત કેટલાક લોકો તો વધુ કડક લૉકડાઉન કરવાની કલ્પના કરી રહ્યા છે. જોકે, સ્થાનિક નાગરિકોએ ચીન સરકારના આ આદેશને વધુ ગંભીરતાથી લીધો છે. જોકે, આ આદેશનો હેતુ એવું સુનિશ્ચિત કરે છે કે, એક તરફ લૉકડાઉન જેવી સ્થિતિમાં લોકોને તકલીફ ન પડે. તો બીજી તરફ ભારે વરસાદથી સપ્લાય ચેન પર અસર થઇ છે. જેના કારણે શાકભાજીનો પાક ધોવાતાં કાકડી, બ્રોકોલી, પાલક વગેરેના ભાવ પણ અહી બમણા થઇ ગયા છે.

Next Story