Connect Gujarat
દુનિયા

પાકિસ્તાનમાં ચીની નાગરિકોના મોતથી ચીન ગુસ્સામાં,કહ્યું કિંમત ચૂકવવી પડશે

પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાનમાં ચીની નાગરિકોના મોતથી ચીન ગુસ્સામાં,કહ્યું કિંમત ચૂકવવી પડશે
X

પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકો માર્યા ગયા હતા. આ પછી ચીન ની પ્રતિક્રિયા સામે આવી છે. ચીને પાકિસ્તાનને દેશમાં કામ કરતા પોતાના નાગરિકોની સુરક્ષા વધારવા કહ્યું છે. તેણે કરાચી યુનિવર્સિટીમાં આત્મઘાતી હુમલાની તપાસ અને ગુનેગારોને સજાની પણ માંગ કરી છે, જેમાં ત્રણ ચીની શિક્ષકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો પર થયેલા તાજેતરના હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે ચીની નું લોહી વહાવી શકાય નહીં અને આ ઘટના માટે જવાબદાર લોકો ચોક્કસ કિંમત ચૂકવશે ચીનના આસિસ્ટન્ટ ફોરેન મિનિસ્ટર વુ જિઆંગ હા તરત જ આ મામલે પાકિસ્તાની રાજદૂત ને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી. વુએ માગણી કરી હતી કે પાકિસ્તાનીઓએ તાત્કાલિક આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. ગુનેગારોને પકડીને સજા થવી જોઈએ. પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ. પાકિસ્તાનની આર્થિક રાજધાનીમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને કરાયેલા તાજેતરના હુમલામાં બુરખા પહેરેલા એક બલૂચ આત્મઘાતી બોમ્બરે કરાચી યુનિવર્સિટીમાં શટલ પેસેન્જર વાનને ટક્કર મારી હતી, જેમાં ત્રણ ચીની શિક્ષકના મોત થયા હતા. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆ પ્રવક્તાના હવાલાથી જણાવ્યું હતું કે ચીને હુમલા પર તેની "સખત નિંદા અને આક્રોશ" વ્યક્ત કર્યો છે, તેમજ પીડિતો અને ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે તેની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

Next Story