Connect Gujarat
દુનિયા

ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર, એક આખું શહેર સીલ કરવામાં આવ્યું

ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર, એક આખું શહેર સીલ કરવામાં આવ્યું
X

ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે ફરી વખત ચીનમાં તેનું માથુ ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીયા ઘણા કેસ નોંધાયા છે. જેના કારણે ઝાંગજિયાજેઈ શહેરને સીલ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ વુહાનમાં પણ કોરોનાના ઢગલો કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે અહીયા સ્કૂલ, કોચિંગ અને મેટ્રો જેવી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

સરકાર દ્વારા ચીનના દરેક નાગરીકને સૂચના આપવામાં આવી છે કે લોકો માસ્ક ફરજિયાત લગાવીને બહાર નીકળે. સાથેજ લોકોને ચુસ્ત પણે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને જે પણ લોકો પોઝિટીવ આવી રહ્યા છે. તે લોકોમાં મોટા ભાગે ડેલ્ટા વેરિએંટ જોવા મળી રહ્યો છે. ઝાંગજિયાજેઈ શહેરમાં ખાસ કરીને સંક્રમણનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિક તંત્ર દ્વારા રિવવારે આ શહેરને સીલ કરી દેવામાં આવ્યું છે.

Next Story