Connect Gujarat
દુનિયા

ચીનની ચિંતા વધી : ભારતીય વાયુસેનાની ટીમ 16 દેશો સાથે ઓસ્ટ્રેલિયાની પિચ બ્લેક એક્સરસાઇઝમાં ભાગ લેવા પહોંચી

ક્વાડ રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી-વ્યૂહાત્મક સંબંધો સાથે વધતા લશ્કરી સહયોગના ભાગરૂપે, ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયામાં દ્વિવાર્ષિક એરબોર્ન કવાયત પિચ બ્લેક-2022માં ભાગ લેવા માટે તેના સુખોઈ ફાઈટર જેટ સાથે ડાર્વિન પહોંચી છે.

ચીનની ચિંતા વધી : ભારતીય વાયુસેનાની ટીમ 16 દેશો સાથે ઓસ્ટ્રેલિયાની પિચ બ્લેક એક્સરસાઇઝમાં ભાગ લેવા પહોંચી
X

ક્વાડ રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી-વ્યૂહાત્મક સંબંધો સાથે વધતા લશ્કરી સહયોગના ભાગરૂપે, ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયામાં દ્વિવાર્ષિક એરબોર્ન કવાયત પિચ બ્લેક-2022માં ભાગ લેવા માટે તેના સુખોઈ ફાઈટર જેટ સાથે ડાર્વિન પહોંચી છે.

રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા આયોજિત આ વાયુસેના કવાયતમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા જ નહીં પરંતુ ક્વોડ યજમાન ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનના 4 દેશો પણ ભાગ લઈ રહ્યા છે. જોકે, એશિયા-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે મજબૂત સંબંધો દેખીતી રીતે ચીનને અસ્વસ્થ બનાવે છે. ખાસ વાત એ છે કે, તેમની સાથે જર્મની, બ્રિટન અને ફ્રાન્સ જેવા યુરોપના મોટા દેશો પણ આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં તા. 19 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 22 દરમિયાન પિચ બ્લેક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. વાયુસેનાની આ કવાયત લાર્જ ફોર્સ એમ્પ્લોયમેન્ટ વોરફેર પર ધ્યાન કેન્દ્રિત કરશે. 4 વર્ષ પછી યોજાઈ રહેલી આ કવાયતની છેલ્લી આવૃત્તિ 2018માં યોજાઈ હતી, અને કોવિડના કારણે 2020માં રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષની કવાયતમાં આ તમામ દેશોની વાયુસેનાના 100થી વધુ વિમાનો અને 2500 વાયુસેનાના જવાનો ભાગ લઈ રહ્યા છે.

Next Story