Connect Gujarat
દુનિયા

પાક. મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ: ઇસ્લામિક સ્ટેટે જવાબદારી લીધી, 50 થી વધુ લોકો માર્યા ગયા

પાક. મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ: ઇસ્લામિક સ્ટેટે જવાબદારી લીધી, 50 થી વધુ લોકો માર્યા ગયા
X

પાકિસ્તાનના પેશાવરમાં શિયા મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન થયેલા ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએ)એ લીધી છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન ઈમરાન ખાને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. હુમલાની નિંદા કરતા અમેરિકાએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

એક બચાવ અધિકારીએ ડૉન અખબારને જણાવ્યું કે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેર કિસ્સા ખ્વાની બજાર ખાતેની જામિયા મસ્જિદ બોમ્બ વિસ્ફોટો દરમિયાન ભરચક હતી. હજુ સુધી આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી. પેશાવરના પોલીસ અધિકારી એજાઝ અહસાને જણાવ્યું હતું કે મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા હુમલાખોરે ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં એક પોલીસ કર્મચારીનું પણ મોત થયું છે જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. ગોળીબારની આ જ ઘટના બાદ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટમાં લગભગ પાંચથી છ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને આત્મઘાતી હુમલો ગણાવતા અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે બે હુમલાખોરો સામેલ હતા. જો કે, પછીના દિવસે બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં કાળા સલવાર કમીઝ પહેરેલ એકલો હુમલાખોર પગપાળા મસ્જિદ પહોંચતો અને પિસ્તોલ લહેરાવતો જોવા મળ્યો હતો. લેડી રીડિંગ હોસ્પિટલના મીડિયા મેનેજર આસીમ ખાને જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ બાદ ઘટનાસ્થળેથી 57 મૃતદેહો મળી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહેમૂદ ખાને આ હુમલાની સખત નિંદા કરી હતી.

Next Story