Connect Gujarat
દુનિયા

ચીનની ચાલ પકડાઈ; ન્યુક્લિયર ફ્યુલના ખાલી કન્ટેનર ઝડપી પાડ્યા

ગુજરાત ડીઆરઆઈના તપાસમાં એક ચોંકવાનરી ઘટના સામે આવી છે. જેમાં ચીનની એક મોટી ચાલનો પર્દાફાશ થયો છે.

ચીનની ચાલ પકડાઈ; ન્યુક્લિયર ફ્યુલના ખાલી કન્ટેનર ઝડપી પાડ્યા
X

ગુજરાત ડીઆરઆઈના તપાસમાં એક ચોંકવાનરી ઘટના સામે આવી છે. જેમાં ચીનની એક મોટી ચાલનો પર્દાફાશ થયો છે. ચીન પાકિસ્તાનને ન્યુક્લિયર ફ્યુલ મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ વસ્તુથી પરમાણુ બોમ્બ પણ બનાવવામાં આવે છે. જેથી સુરક્ષાને લઈ ખુબજ જોખમી હોવાનું સામે આવી રહ્યું છે. 18 નવેમ્બરના રોજ ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ સિંગાપોરના ફ્લેગ વાળા જહાજમાં માલ સામાન જપ્ત કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાનનો કરાચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, K-2, શાંઘાઇમાં ચીનના ન્યુક્લિયર એનર્જી ઇન્ડસ્ટ્રીમાં માલની નિકાસ કરી રહ્યો કન્સાઇનમેન્ટમાં સાત કન્ટેનર હતા.

જેમાં પ્રત્યેકમાં ચાર બેરલ હતા. જોકે, કન્ટેનર "ખાલી" હતા અને તેનો ઉપયોગ ચીનમાંથી "પરમાણુ બળતણ"ના પરિવહન માટે કરવામાં આવ્યો હતો. ચીને થોડા મહિના પહેલા તેને સીધું પાકિસ્તાન મોકલ્યું હતું. ઇંધણનો ઉપયોગ કર્યા પછી પાકિસ્તાને સ્થાનિક કાયદાની અવગણના કરીને ખાલી કન્ટેનરને વાણિજ્યિક દરિયાઈ માર્ગે પાછા પરિવહન કરવાનો પ્રયાસ કર્યો. કારણ કે, માલવાહકએ મુખ્ય ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને અમારી સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું હતું, આ મોંઘા અને વિશિષ્ટ કન્ટેનર જપ્ત કરવામાં આવશે. ફોજદારી કેસ નોંધવા માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધી એ ખયાલ નથી કે, પરમાણુ ઇંધણનો ઉપયોગ વીજ ઉત્પાદન અથવા શસ્ત્રો બનાવવા માટે થયો હતો કે કેમ. તપાસના જાણકાર સ્ત્રોતે જણાવ્યું હતુ કે, પરમાણુ પ્રસારને નકારી શકીએ નહીં. કેસ હજુ તપાસ હેઠળ છે અને તાપસ ચાલી રહી છે.

Next Story