Connect Gujarat
દુનિયા

ઈમરાન ખાનની પૂર્વ પત્નીની કાર પર ફાયરિંગ, રેહમે પૂછ્યું શું આ જ છે નવું પાકિસ્તાન?

ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર જીવલેણ હુમલો થયો છે અને તેમની કાર પર અંધાધૂંધ ફાયરિંગ થયુ છે.

ઈમરાન ખાનની પૂર્વ પત્નીની કાર પર ફાયરિંગ, રેહમે પૂછ્યું શું આ જ છે નવું પાકિસ્તાન?
X

ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર જીવલેણ હુમલો થયો છે અને તેમની કાર પર અંધાધૂંધ ફાયરિંગ થયુ છે. આ ત્યારે બન્યું જ્યારે તે એક લગ્નમાંથી રાતે ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર પર અચાનક ફાયરિંગ થયું. તેમણે આ અંગે પોતે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી ઈમરાન સરકાર પર નિશાન સાધ્યું છે. એટલું જ નહીં તેમણે પુછ્યું કે શું આ જ નવું પાકિસ્તાન છે. હકિકતમાં સોમવારે પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે તેમના ભત્રીજાના લગ્નથી તેઓ પાછા ફરી રહ્યા હતા. આ સમયે રાતે બાઈક પર આવેલા બે લોકોએ કાર પર ફાયરિંગ કર્યું તેમણે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સુરક્ષાકર્મી અને ડ્રાઈવર પણ કારમાં હાજર હતા. મે પોતાની ગાડી બદલી. શું આ જ ઈમરાના ખાનનું નવું પાકિસ્તાન છે? ડરપોક અને લાલચીને દેશમાં તમારુ સ્વાગત છે. પોતાના એક ટ્વીટમાં તેમણે લખ્યું કે એક સમાન્ય પાકિસ્તાનીની જેમ પાકિસ્તાનમાં જીવવા અને મરવા માંગુ છે. ભલે માર પર કાયરતાપૂર્ણ હુમલા અથવા રોડ વચ્ચે કાયદા વ્યવસ્થાના ચીરા ઉડે. આ કથિત સરકારને જવાબદારી લેવી પડશે. હું મારા દેશ માટે ગોળી ખાવા માટે તૈયાર છુ. હું મોત કે ઈજાથી નથી ડરતી પણ હું લોકો માટે ચિંતિત છુ. જે મારા માટે કામ કરે છે.

Next Story