હમાસના આતંકવાદીઓએ વટાવી હેવાનિયત હદ, ઈઝરાયેલમાં ગર્ભવતી મહિલાનું પેટ ચીરી બહાર કાઢ્યું શિશુ, પછી ઝીંક્યા ચપ્પુના ઘા.!

ઇઝરાયલ પર હમાસના હુમલાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે. પરંતુ હજી પણ આ હુમલા સાથે જોડાયેલી ભયાનક માહિતી ઇઝરાયેલ તરફથી આવી છે.

New Update
હમાસના આતંકવાદીઓએ વટાવી હેવાનિયત હદ, ઈઝરાયેલમાં ગર્ભવતી મહિલાનું પેટ ચીરી બહાર કાઢ્યું શિશુ, પછી ઝીંક્યા ચપ્પુના ઘા.!

ઇઝરાયલ પર હમાસના હુમલાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે. પરંતુ હજી પણ આ હુમલા સાથે જોડાયેલી ભયાનક માહિતી ઇઝરાયેલ તરફથી આવી છે. જેને જાણીને દુનિયા ચોંકી ઉઠી છે. ઈઝરાયેલના એક શહેરમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. હકીકતમાં આતંકવાદીઓએ બર્બરતાની હદ વટાવીને મહિલાનું પેટ ફાડી નાખ્યું. જેના કારણે મહિલાનું ગર્ભસ્થ બાળક બહાર આવી ગયું હતું. ત્રાસવાદીઓ તેનાથી સંતુષ્ટ ન થયા અને અજાત બાળકને પણ ચપ્પુ વડે ઘા કરી દીધા.

Advertisment W3.CSS

એક અહેવાલ પ્રમાણે 'એક જગ્યાએ ટીમે જે જોયું તેનાથી તે માત્ર હચમચી ગયા હતા પરંતુ તેની આખી ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. એક ગર્ભવતી મહિલાની મૃતદેહ ઘરમાં પડ્યો હતો. જેનું પેટ છરી વડે ફાડી નાખવામાં આવ્યું હતું. મહિલાના ગર્ભસ્થ બાળકનો મૃતદેહ બહાર હતો અને તેના પર પણ છરીના ઘા કરવામાં આવ્યા હતા. બાળક હજુ પણ તેની માતાના ગર્ભાશય સાથે નાળ દ્વારા જોડાયેલું હતું. યોસીએ કહ્યું કે તેણે 20 બાળકો સહિત ઘણા મૃતદેહો જોયા છે. જેમને હાથ બાંધીને અથવા આગ લગાડવામાં આવી હતી. ઘણી પીડિતાઓનું યૌન શોષણ પણ થયું હતું.