હમાસના હુમલા પછી ઇઝરાયેલે યુદ્ધ શરૂ કર્યું, જવાબી હુમલામાં 200 થી વધુ પેલેસ્ટાઇનના મોત

સ્વતંત્ર પેલેસ્ટાઈનની માંગણી કરતા આતંકવાદી સંગઠન હમાસ દ્વારા શનિવારે ઈઝરાયેલના સાત શહેરો પર અણધાર્યા હુમલામાં શેરોનેગેવ શહેરના મેયર સહિત લગભગ 100 લોકો માર્યા ગયા

New Update
હમાસના હુમલા પછી ઇઝરાયેલે યુદ્ધ શરૂ કર્યું, જવાબી હુમલામાં 200 થી વધુ પેલેસ્ટાઇનના મોત

સ્વતંત્ર પેલેસ્ટાઈનની માંગણી કરતા આતંકવાદી સંગઠન હમાસ દ્વારા શનિવારે ઈઝરાયેલના સાત શહેરો પર અણધાર્યા હુમલામાં શેરોનેગેવ શહેરના મેયર સહિત લગભગ 100 લોકો માર્યા ગયા અને 900 થી વધુ ઘાયલ થયા. હમાસના લડવૈયાઓ સરહદી ઇઝરાયેલના શહેરોમાં પ્રવેશ્યા છે અને કેટલાક વિદેશી નાગરિકો સહિત 50 લોકોને બંધક બનાવ્યા છે.

મોટા પાયે જાન-માલના નુકસાન પછી, ઇઝરાયેલે યુદ્ધની ઘોષણા કરી અને બદલો લીધો. ઇઝરાયલી દળોના પ્રારંભિક હુમલાઓમાં, પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝા પટ્ટી અને કેટલાક અન્ય સ્થળોએ રહેતા 200 થી વધુ લોકો માર્યા ગયા અને 1,610 ઘાયલ થયાના અહેવાલ છે.

પશ્ચિમ એશિયામાં અચાનક બગડેલી પરિસ્થિતિથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ હમાસના હુમલાની નિંદા કરી છે અને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે અને તમામ પ્રકારની મદદની ઓફર કરી છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન અને અન્ય કેટલાક દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રે સંયમ રાખવાની અપીલ કરી છે.