Connect Gujarat
દુનિયા

જાપાન ભૂકંપ : મકાનો ધરાશાયી સાથે રસ્તાઓ પર તિરાડો, જુઓ તબાહીનું મંજર..!

નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા.

જાપાન ભૂકંપ : મકાનો ધરાશાયી સાથે રસ્તાઓ પર તિરાડો, જુઓ તબાહીનું મંજર..!
X

નવું વર્ષ જાપાન માટે આફત લઈને આવ્યું છે. સાંજે 4 વાગ્યા પછી ઘણા વિસ્તારોમાં 4 થી વધુની તીવ્રતાવાળા 21 ભૂકંપ આવ્યા. આમાંથી એકની તીવ્રતા 7.6 નોંધાઈ હતી. આ ભયાનક ભૂકંપ બાદ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા અને રસ્તાઓમાં પણ તિરાડ પડી ગઈ. સુનામીના મોજા હજુ પણ એક મીટર ઉંચા ઉછળી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકો ભારે ગભરાટમાં છે. તસ્વીરોમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે.

તસવીરોમાં જુઓ તબાહીનું દ્રશ્ય

24 કલાકમાં 155 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ સૌથી ખતરનાક સાબિત થયો હતો. આ તીવ્ર ભૂકંપના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે. ભૂકંપના કારણે રનવેમાં તિરાડો પડી જતાં સ્થાનિક એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

અનેક જગ્યાએ રસ્તાઓમાં તિરાડો વાહનોને ગળી ગઈ હતી તો અન્ય સ્થળોએ તિરાડોમાં લોકોના વાહનો ફસાઈ ગયા હતા. જો કે ધીમે ધીમે આ તમામને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિક્ટર સ્કેલ પર 4 થી વધુ તીવ્રતા સાથે ઘણા ભૂકંપ નોંધાયા છે. 7.6ના ભૂકંપમાં સૌથી ભયાનક દ્રશ્ય જોવા મળ્યું છે. ઘણા મકાનોના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે કેટલાક મકાનોને વ્યાપક નુકસાન થયું હતું.

ભૂકંપ બાદ ઘણી જગ્યાએ વૃક્ષો અને થાંભલા પડી ગયા હતા. પોલ પડી જવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના પુનઃસ્થાપનની કામગીરી ચાલી રહી છે. હજારો લોકોએ તેમનું નવું વર્ષ અંધકારમાં પસાર કરવું પડ્યું છે.

ભૂકંપ બાદ જાપાનના ઇશિકાવા પ્રીફેક્ચરમાં આગ લાગી હતી. જાપાની બચાવ કાર્યકર્તાઓ નવા વર્ષના દિવસે આવેલા પ્રચંડ ભૂકંપમાંથી બચી ગયેલા લોકોને શોધવા માટે ઝઝૂમી રહ્યા છે. જો કે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા.

સરકારે લોકોને વહેલી તકે ઊંચી જગ્યાઓ અથવા ઈમારતોમાં આશ્રય લેવા વિનંતી કરી છે. જાપાનની હવામાન એજન્સીનું કહેવું છે કે આગામી બે-ત્રણ દિવસમાં આ વિસ્તારમાં વધુ મોટા ભૂકંપ આવવાની શક્યતા છે.

Next Story