Connect Gujarat
દુનિયા

કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં થયો મોટો હુમલો, 13 સ્થળોએ છરીના હુમલામાં 10 લોકોના થયા મોત

કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં મોટો હુમલો થયો છે. 13 સ્થળોએ છરીના હુમલામાં 10 લોકોના મોત થયા

કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં થયો મોટો હુમલો, 13 સ્થળોએ છરીના હુમલામાં 10 લોકોના થયા મોત
X

કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં મોટો હુમલો થયો છે. 13 સ્થળોએ છરીના હુમલામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. આ હુમલા જેમ્સ સ્મિથ ક્રી નેશન અને વેલ્ડન વિસ્તારમાં થયા છે. પોલીસ બે શકમંદોને શોધી રહી છે. તેમની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેનેડિયન પોલીસે આ બે શકમંદોની તસવીરો પણ જાહેર કરી છે.

જે શકમંદોના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તેઓ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે. કાળા રંગની કારમાં નાસતા ફરતા બંનેએ આ ગુનાને અંજામ આપ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના મદદનીશ પોલીસ કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે પ્રથમ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 5:40 વાગ્યે નોંધાઈ હતી. સાસ્કાચેવનમાં ઓછામાં ઓછા 13 સ્થળોએ પીડિતો મળી આવ્યા છે.

Next Story