ગાઝામાં ઇન્ટરનેટ આપવાના મસ્કના નિર્ણયથી ભડક્યું ઇઝરાયલ, એલોન માસ્કના આ નિર્ણયનો કર્યો સખત વિરોધ......

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 23 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે આ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે

New Update
ગાઝામાં ઇન્ટરનેટ આપવાના મસ્કના નિર્ણયથી ભડક્યું ઇઝરાયલ, એલોન માસ્કના આ નિર્ણયનો કર્યો સખત વિરોધ......

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 23 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે આ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્કે ગાઝામાં ઈન્ટરનેટ સેવા આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઈઝરાયેલ ભડક્યું છે અને ઘમકી આપી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમજ યુદ્ધનો સિલસિલો યજુ પણ યથાવત છે. ઈઝરાયેલનો હમાસ પર બોમ્બમારો ચાલુ છે ત્યારે વિશ્વના ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે એલાન કર્યું છે કે સ્પેસએક્સની સ્ટારલિંક ગાઝામાં ઈન્ટરનેટ સેવા આપશે. સ્ટારલિંક ઈન્ટરનેટ ફક્ત તે સંસ્થાઓ માટે સેવા આપશે જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે. જો કે ઈલોન મસ્કની આ જાહેરાત બાદ ઈઝરાયેલ ભડક્યું છે અને આનો સખત વિરોધ નોંધાવ્યો છે. ઈઝરાયેલના સંચાર મંત્રીએ કહ્યું હતું કે તેમનો દેશ ઈલોન મસ્ક સામે લડશે. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે સ્ટારલિંક સાથેના કોઈપણ સંબંધો તોડી નાખશે. મસ્કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાઝામાં ગ્રાઉન્ડ લિંકનો અધિકાર કોની પાસે છે પરંતુ અમે જાણીએ છીએ કે કોઈપણ ટર્મિનલે તે વિસ્તારમાં કનેક્શનની વિનંતી કરી નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાઝા પટ્ટીમાં ઈન્ટરનેટ તેમજ ટેલિફોન સેવા ફરીથી સરુ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં ફોન અને ઈન્ટરનેટ નેટવર્ક બંધ કરી દેવીમાં આવ્યું હતું.

Latest Stories