નવું વર્ષ 2023 : કોરોના વિસ્ફોટ છતાં ચીનમાં નવા વર્ષની ઉજવણી, બેફિકર ભીડે ફોડ્યા ફટાકડા.!

કોરોના મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં લોકો નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. રોગચાળાના ભય વચ્ચે અનેક લોકો રસ્તા પર પણ જોવા મળ્યા હતા.

New Update
નવું વર્ષ 2023 : કોરોના વિસ્ફોટ છતાં ચીનમાં નવા વર્ષની ઉજવણી, બેફિકર ભીડે ફોડ્યા ફટાકડા.!

કોરોના મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં લોકો નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. રોગચાળાના ભય વચ્ચે અનેક લોકો રસ્તા પર પણ જોવા મળ્યા હતા. પરંતુ સૌથી આશ્ચર્યજનક દ્રશ્યો ચીનમાંથી સામે આવ્યા છે જ્યાં કોરોના વિસ્ફોટના કારણે તબાહી છતાં લાખો લોકો રસ્તાઓ પર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ફુગ્ગા તેમજ ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. ઘણા લોકો એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા. જો કે આ દરમિયાન દરેક વ્યક્તિ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

ચીનમાં નવા વર્ષ પર આ પ્રકારની બેદરકારી અંગે લોકોએ ન્યૂઝ એજન્સી રોયટર સાથે પણ વાત કરી છે. 17 વર્ષીય વુહાન હાઈસ્કૂલના વિદ્યાર્થીએ કહ્યું કે ગયા વર્ષના છેલ્લા મહિનાથી કોરોના રોગચાળો ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે અને મારા પરિવારના કેટલાક સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ અમે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ ઉજવણી કરી રહ્યા છીએ. લોકોના મનમાંથી ડર દૂર કરવા માંગીએ છીએ. એક મહિલાએ કહ્યું કે પહેલા મને ડર હતો કે મને ફરીથી ચેપ લાગી શકે છે, પરંતુ પછી મેં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોને જોયા, પછી હું મારી જાતને રોકી શકી નહીં.

Latest Stories