આતંકી ઓસામા બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સને આપ્યા હતા 1 મિલિયન પાઉન્ડ,વાંચો કઈ રીતે થયો ખુલાસો
2013માં પ્રિન્સ ચાર્લ્સે એક સૂટકેસમાં આ રકમ સ્વીકારી હતી. તેના બે વર્ષ પહેલા ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ ઢેર કરી દીધો હતો

આતંકી ઓસામા બિન લાદેનના પરિવાર પ્રિન્સ ચાર્લ્સના ચેરીટેબલ ટ્રસ્ટ 1 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 0.64 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. ધ સન્ડે ટાઈમ્સ ના રિપોર્ટ પ્રમાણે આ રકમ બિન લાદેનના બે સાવકા ભાઈઓએ આપી હતી. પ્રિન્સ ચાર્લ્સે બકર બિન લાદેન અને શફીક પાસેથી આ દાન સ્વીકાર કર્યું હતું. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સ ચેરીટી ઓર્ગેનાઈઝેશન પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિન્સ ચાર્લ્સે આ રકમ બકર પાસેથી લંડનના ક્લેરેન્સ હાઉસમાં લીધી હતી. તેમણે ખુદ બકર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આ દાન સ્વીકાર્યું હતું 2013માં પ્રિન્સ ચાર્લ્સે એક સૂટકેસમાં આ રકમ સ્વીકારી હતી. તેના બે વર્ષ પહેલા ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ ઢેર કરી દીધો હતો. ઓસામા અમેરિકાના ટ્વીન ટાવર પર હુમલો કર્યો હતો, જેમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારમાં 67 લોકો બ્રિટનના પણ હતા.
પ્રિન્સ ચાર્લ્સના સલાહકારોએ તેમને આ રકમ ન લેવાની સલાહ પણ આપી હતી. પીડબ્લ્યૂસીએફ ના ચેરમેન સર લોન ચેશાયરે કહ્યું કે બકર બિન લાદેનથી જે ફંડ લીધું તે બધા ટ્રસ્ટીની જાણકારીમાં હતું. તેમણે કહ્યું કે ડોનેશન સ્વીકાર કરવાનો નિર્ણય ટ્રસ્ટીઓએ મળીનો લીધો હતો. આ પહેલા પણ પ્રિન્સ ચાર્લ્સ ટ્રસ્ટ પર ડોનેશન લેવા મુદ્દે સવાલ ઉઠી ચુક્યા છે. ફેબ્રુઆરીમાં પોલીસે સાઉદી અરબના કારોબારી મહેફૂઝ મરેઈ મુબારક પાસેથી ધન લેવાના મામલાની તપાસ શરૂ કરી હતી.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT