જાપાનમાં હિમવર્ષા 17 લોકોના મોત,અનેક ઘરોમાં વીજળી ગુલ

એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષા લોકોના જીવન પર ખરાબ અસર કરી છે.

New Update
જાપાનમાં હિમવર્ષા 17 લોકોના મોત,અનેક ઘરોમાં વીજળી ગુલ

એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષા લોકોના જીવન પર ખરાબ અસર કરી છે. ત્યારે જાપાનમાં પણ હિમવર્ષા પોતાનો કહેર વરસાવ્યો છે. અહીં સ્થિતિ સતત ખરાબ બનતી જઈ રહી છે. જાપાનમાં ભારે હિમવર્ષાના કારણે 17 લોકોના મોત થયા છે, જ્યારે 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.સમગ્ર વિશ્વમાં ઠંડી અને હિમવર્ષા તબાહી મચાવી રહી છે. વળી, ભારતમાં પણ આ વર્ષે ઠંડી જોર પકડ્યું છે. વળી, પૂર્વ એશિયામાં અમેરિકાથી જાપાન સુધી, હિમવર્ષા અને બરફના કારણે સ્થિતિ ખરાબ છે. જાપાનમાં બર્ફીલા પવન અને કરા ને કારણે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વિશ્વભરમાં હિમવર્ષાને કારણે અમેરિકા, કેનેડા અને જાપાન મુખ્યત્વે પ્રભાવિત છે. જાપાનમાં 229 સેમી હિમવર્ષા થઈ છે, તો અમેરિકામાં બોમ્બ ચક્રવાત તબાહી મચાવી છે. હિમવર્ષાને કારણે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. જેના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે અને 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીંના સેંકડો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને લોકો અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના અધિકારીઓને ટાંકીને આ માહિતી બહાર આવી છે. જણાવી દઈએ કે, તીવ્ર શિયાળાની સાથે જ ઉત્તર વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઈ રહી છે. હાઇવે પર સેંકડો વાહનો ફસાયા છે. ડિલિવરી સેવાઓમાં વિલંબ થઈ રહ્યો છે અને શનિવાર સુધી આ કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે

Latest Stories