/connect-gujarat/media/media_files/2024/12/13/713DYK9dRtB0qlRdWRNS.jpg)
ટાઈમ મેગેઝીને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2024 માટે પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે.
2016 પછી આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પને પર્સન ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યા છે. ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે કોઈને પણ પસંદ કરી શકાય છે, એ જરૂરી નથી કે તેણે સારું કામ કર્યું હોય.પર્સન ઓફ ધ યર બન્યા બાદ ટ્રમ્પ હવે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના ટ્રેડિંગ ડેની શરૂઆતની બેલ વગાડશે. કોઈપણ વ્યક્તિ માટે આ એક મહાન સન્માન માનવામાં આવે છે. આ વર્ષના એવોર્ડ માટેની રેસ ટ્રમ્પ, કમલા હેરિસ, ઈલોન મસ્ક, બેન્જામિન નેતન્યાહુ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટન વચ્ચે હતી.ડોનાલ્ડ ટ્રમ્પ અને ટાઈમ મેગેઝિન વચ્ચે સારા સંબંધો નહોતા. ટ્રમ્પે ઘણી વખત તેની ટીકા કરી છે. 2012માં તેમણે કહ્યું કે ટાઇમ મેગેઝિને 100 સૌથી શક્તિશાળી લોકોમાં તેમનો સમાવેશ ન કરીને તમામ વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.