Connect Gujarat
દુનિયા

યુક્રેન યુદ્ધના માસ્ટરમાઈન્ડ અને પુતિનના નજીકના સાથી ડુગિનની પુત્રીની હત્યા.!

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી એલેક્ઝાન્ડર ડુગિનની પુત્રી ડારિયા ડુગિનની હત્યા કરવામાં આવી હતી.

યુક્રેન યુદ્ધના માસ્ટરમાઈન્ડ અને પુતિનના નજીકના સાથી ડુગિનની પુત્રીની હત્યા.!
X

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી એલેક્ઝાન્ડર ડુગિનની પુત્રી ડારિયા ડુગિનની હત્યા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, મોસ્કોમાં કાર બોમ્બ વિસ્ફોટમાં તેમનું મૃત્યુ થયું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોનું નિશાન ડારિયા ડુગિનના પિતા એલેક્ઝાંડર હતા. જેને પુતિનના બ્રેઇન તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેટલાક અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે એલેક્ઝાંડર ડુગિન અને તેના ડારિયા ડુગિન યુક્રેન પરના આક્રમણ પછી બ્રિટને પ્રતિબંધિત રશિયનોમાં સામેલ હતા. ડારિયા ડુગિનને રહસ્યમય લેખક તરીકે પણ ઓળખવામાં આવે છે. એલેક્ઝાન્ડર ડુગિન રશિયન રાજકીય ફિલોસોફર અને વિશ્લેષક છે. તે ક્રિમીઆ અને યુક્રેન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. 2015 માં યુએસએ ડુગિન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય કેટલાક યુરોપિયન દેશોએ પણ ક્રિમિયાના જોડાણના વિરોધમાં તેમના પર પ્રતિબંધો લગાવ્યા હતા.

Next Story
Share it