Connect Gujarat
દુનિયા

યુક્રેનના રાષ્ટ્રપતિને નોબેલ પ્રાઈઝ મળી શકે છે, યુરોપનાનેતાઓએ નોમિનેશન પ્રોસેસની તારીખ લંબાવવા માંગ કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કીને વર્ષ 2022નું નોબેલ પીસ પ્રાઈઝ મળી શકે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિને નોબેલ પ્રાઈઝ મળી શકે છે, યુરોપનાનેતાઓએ નોમિનેશન પ્રોસેસની તારીખ લંબાવવા માંગ કરી
X

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કીને વર્ષ 2022નું નોબેલ પીસ પ્રાઈઝ મળી શકે છે. યુરોપના ઘણા નેતાઓએ નોબેલ પ્રાઈઝ કમિટિ સમક્ષ ઝેલેન્સ્કીને નોબેલ પ્રાઈઝ આપવા માટે આવેદન કરવાની તારીખને 31 માર્ચ સુધી લંબાવવાની માંગ કરી છે. 2022ના નોબેલ પીસ પ્રાઈઝ માટે 251 વ્યક્તિ અને 92 સંગઠનોએ આવેદન કર્યું છે.યુરોપના નેતાઓએ નોબેલ કમિટિને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુક્રેનના લોકો માટે નોબેલ પીસ પ્રાઈઝ માટે આવેદન કરવાની તારીખને 31 માર્ચ સુધી ફરી ઓપન કરવામાં આવે.

અમે વિનમ્રતાપૂર્વક આ માંગ પર વિચાર કરવાનું કહી રહ્યા છીએ. આ વર્ષે નોબેલ પ્રાઈઝની જાહેરાત 3થી 10 ઓક્ટોબર વચ્ચે થશે.રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 23મો દિવસ છે. ગુરૂવારે રશિયન સેના તરફથી કીવમાં કરાયેલા રોકેટ એટેકમાં યુક્રેનમાં વિતેલા જમાનાની મશહૂર એક્ટ્રેસ ઓકસાના શ્વેટ્સનું મોત થયું હતું. બીજીતરફ, ચેર્નેહીવમાં પુતિનની સેનાના ગોળીબારમાં એક અમેરિકી અને અનેક યુક્રેનીયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટી બ્લિંકેને પણ પોતાના નાગરિકના મોતની ઘટનાને સમર્થન આપ્યું છે. સીએનએન અનુસાર, માર્યા ગયેલા નાગરિકની ઓળખ 68 વર્ષીય જેમ્સ વ્હીટની હિલ તરીકે થઈ છે. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પ્યોર ઠગ અને હત્યારા સરમુખત્યાર કહ્યા છે. બાઈડેને એ વાત કેપિટલ હિલમાં સેન્ટ પેટ્રિક ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કહી હતી.

Next Story