શું... યુરોપ ફરી બનશે કોરોનાનું એપી સેન્ટર..?, સંભવિત ચોથી લહેરની WHOએ આપી ચેતવણી...
યુરોપના દેશ ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બન્યા છે. જેને જોતા જર્મનીમાં ફરજિયાત રસીકરણ કરાઈ રહ્યું છે

યુરોપ ફરી એકવાર કોરોનાનું એપિસેન્ટર બન્યું છે. WHOએ ચેતવ્યા છે કે, યુરોપીય દેશોમાં ગત અઠવાડિયાની શરૂઆત બાદથી પહેલીવાર કોઈ અઠવાડિયામાં સૌથી વધારે લગભગ 20 લાખ મામલા સામે આવ્યા છે. ઉપરાંત લગભગ 27 હજાર લોકોના મોત પણ થયા છે. બ્રિટન, ચીન અને અમેરિકામાં પણ ફરી કેસ વધ્યા છે. બીજી તરફ ઓસ્ટ્રિયામાં કોરોનાના કેસમાં સોમવાર બાદથી 20 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિર્દેશક ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યુ હતું કે, યુરોપમાં હાલમાં જ કોરોનાથી 27 હજાર લોકોના મોત થવા મોટો મામલો છે. આ ગત અઠવાડિયે દુનિયાના તમામ કોરોનાથી થયેલી અડધાથી વધારે મોત છે. યુરોપના દેશ ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બન્યા છે. જેને જોતા જર્મનીમાં ફરજિયાત રસીકરણ કરાઈ રહ્યું છે, ત્યારે સરકાર માને છે કે, દેશમાં ચોથી લહેર આવી છે. બીજી તરફ ઓસ્ટ્રિયામાં 20 દિવસનું લોકડાઉન લાગ્યું છે. જોકે, 10 દિવસ બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રિયામાં લોકોને જરૂર વગર બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને મોટાભાગની દુકાનો બંધ રહેશે અને મોટા આયોજનને રદ્દ કરી દેવામાં આવશે. સ્કૂલ અને ડે કેર સેન્ટર ખુલ્લા તો રહેશે. આ સાથે જ વાલીઓને પણ પોતાના બાળકોને ઘરે રાખવા સલાહ આપવામાં આવી છે. ઓસ્ટ્રિયામાં લોકડાઉનના પ્રતિબંધ 13 ડિસેમ્બરે હટાવી શકાય છે. પરંતુ શક્ય છે કે, તે લોકો માટે પ્રતિબંધ જારી રહેશે. જેમણે રસી નથી લીધી સંયુક્ત રાજ્ય અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના કેસમાં ઉછાળો આવ્યો છે. દેશમાં રસીમાં કોઈ અછત નથી. પરંતુ લોકો રસી લેતા અચકાઈ રહ્યા છે. અમેરિકન સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગની એજન્સી દ્વારા સંચાલિત આંકડા અનુસાર દેશના અનેક ભાગોમાં કેસમાં વધારો નવેમ્બરથી જ જણાઈ રહ્યો છે.