/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/02183340/maxresdefault-27.jpg)
2જી ઓકટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે ભરૂચ જીલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ અંકલેશ્વર ખાતે સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
2જી ઓકટોબર, ગાંધી જયંતિ, રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ દ્વારા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવા નંદ ઘરનો ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, તથા NITA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન)નું લોંચિગ તથા ભરૂચનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અંકલેશ્વર ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, AIA સેમિનાર હોલ ખાતે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિ પંડયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જીલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગેવાનોની ઉપસ્થિતિમાં 100 જેટલા લાભાર્થીઓને હેન્ડવોશીંગ કેમ્પેઇનમાં જોડવામાં આવ્યા હતા. તો સાથે જ શક્તિ ફાઉન્ડેશનના સૌજન્યથી કિટ તથા પ્રમાણપત્ર વિતરણ અને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સી.એમ.વિજય રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચ જિલ્લાના 32 આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ તથા 10 આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.