/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/23-9.jpg)
પોલીસે સમોર ગામેથી રૂ.1 લાખ 77 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 70 હજારનો 407 ટેમ્પો ઝડપી પાડ્યો.
બુટલેગર ટેમ્પો મૂકી ફરાર થતા પોલીસે વોન્ટેડ જાહેર કરી કર્યા ધરપકડના ચક્રો ગતિમાન.
અંકલેશ્વર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સામોર ગામની સીમમાંથી ગુપ્ત રીતે 407 ટેમ્પામાં સંતાડી લઈ જવાતો રૂ. 2 લાખ 70 હજાર ઉપરાતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જોકે ટેમ્પો ચાલક પોલીસને જોઈ ટેમ્પો મૂકી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે .
પોલીસ સુત્રીય મળેલ માહિતીના આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ કોન્ટેબલ હર્મેશને પેટ્રોલિંગ દરિમયાન મળેલ બાતમીના આધારે સામોર ગામની સીમમાં એક 407 ટેમ્પો નંબર જી ક્યુ. સી.6914 રોકવા જતા ટેમ્પો ચાલક વાહન મૂકી ફરાર થઈ જતા પોલીસ દ્વારા વાહન ચેક કરવામાં આવતા 407 ટેમ્પામાથી પાછળના ભાગે ગુપ્ત રીતે સંતાડવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે 407 ટેમ્પામાંથી ગુપ્ત રીતે સંતાડેલ 8પીએમ વહીસ્કી ના 180 એમ એલના પાઉચ નંગ 1776 જેની કિંમત રૂપિયા 1 લાખ 77 હજાર 600 અને એક ટાટા કંપનીનો 407 ટેમ્પો જેની કિંમત 70 હજાર મળી કુલ રૂપિયા 2 લાખ 47 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થયેલ બુટલેગર ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.