/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-43.jpg)
અંકલેશ્વર શહેર, જીઆઈડીસી અને તાલુકા પોલીસ મથક તથા હાંસોટ પોલીસ મથક દ્વારા વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવેલા 1.92 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
હાંસોટ રોડ ઉપર આવેલી કડકીયા કોલેજ પાસે આજરોજ અંકલેશ્વરનાં એસડીએમ ભગોરા સાહેબ તથા ડીવાયએસપી ઝાલા સાહેબની ઉપસ્થિતિમાં વિદાશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
જેમાં હાંસોટ તાલુકા પોલીસે ઝડપી પાડેલી બોટલ નંગ 6,530 જેની કિંમત રૂપિયા 53,42,232, અંકલેશ્વર શહેર પોલીસે ઝડપેલો બોટલ નંગ 60,955 જેની કિંમત રૂપિયા 1,15,03,290, અંકલેશ્વર તાલુકા પોલીસ મથક દ્વારા ઝડપેલો દારૂ બોટલ નંગ 18,947 જેની કિંમત રૂપિયા 31,49,348, અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડેલી વિદેશી દારૂની બોટલ નંગ 16,559 જેની કિંમત રૂપિયા 40,26,050 નો જથ્થો મળી કુલ બોટલ નંગ 1,02,991 જેની કુલ કિંમત રૂપિયા 1,92,12,920નો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો હતો.