New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/Train.jpg)
સ્થાનિક લોકોની માંગને લઈને અંડર બ્રિજની કામગીરી હાથ ધરવાની હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો
અંકલેશ્વર-રાજપીપળા રેલવે લાઈન ઉપર આવતા ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ખાતે લોકોએ વિરોધ નોંધાવી અંડર બ્રિજની માંગણી કરી હતી. જેના પગલે પશ્વિમ રેલવે દ્વારા સ્થાનિક લોકોની માંગને લઈને અંડર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
કામગીરીને લઈને આજે એટલે કે તારીખ 20 ડિસેમ્બરથી લઈને આગામી 20 જાન્યુઆરી 2019 સુધી આ ગરનાળાને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ ગરનાળાનો ઉપયોગ કરતા વાહન ચાલકો માટે આ સમયગાળા દરમિયાન રાજપારડી રેલવે સ્ટેશનનાં રેલવે ફાટક 34નો ઉપયોગ કરવા રેલવે તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
Latest Stories