અંકલેશ્વરના જીતાલી દઢાલ રોડ ઉપરથી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વરના જીતાલી દઢાલ રોડ ઉપરથી ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
New Update
  • વડોદરા આર.આર.સેલ ટીમનુ સફળ ઓપરેશન

  • પોલીસે કુલ રૂપિયા ૪ લાખ ૮૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

  • ૩ આરોપી ફરાર

અંકલેશ્વર રૂરલ પોલીસ ટીમ તથા વડોદરા આર.આર.સેલની ટીમ અકલેશ્વરના જીતાલી દઢાલ રોડ ઉપર જીતાલી હાઈસ્કુલની સામે નાકાબંધી માં હતા. દરમિયાન તેમને મળેલા બાતમી વાલી ઇકો ગાડી નંબર GJ-16-BK-5895 દેખાતા તેને રોકવા પ્રયત્ન કરતા ઇકો ચાલકે પોતાની ગાડી ઉભી નહી રાખતા પોલીસે ખાનગી ગાડી ઉભી રાખી તેનો પીછો કર્યો હતો.publive-imageપોલીસે ઈકોને રોકી તેનાં ચાલકની પુછતાછ કરવા જતા તે તેમજ તેની સાથે ગાડીમા સવાર અન્ય બે ઇસમો ગાડી ત્યાંજ મૂકી ભાગી છૂટયા હતા. પોલીસ ટીમે ગાડીની તલાસી લેતા તેમાથી દમણમાં ઉત્પાદિત વિદેશી દારૂની જથ્થો કીમત રૂપિયા ૧,૨૩,૬૦૦/- તથા ગાડીમાંથી મળેલ મોબાઈલ કીમત રૂપીયા ૧૦,૦૦૦ અને ગાડી મળી કુલ રૂપિયા ૪,૮૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ગાડી મૂકી ફરાર જીક્ષેશ ઉફેં જગો જગદીશ વસાવા રહેવાસી. ચમારીયા તા.વાલીયા તેમજ તેની સાથેના જયેશ રણજીતભાઈ વસાવા રહે.પીઠોર,વાલીયા તથા નારસિંગ ઉફે નરસીંગ સોંમાભાઈ વસાવા (રહે.જી.ઈ.બી સામે ડહેલી તા.વાલીયા)ની શોધ આંરભી છે.

  • પોલીસે ઝડપેલ વિદેશી દારૂ

૧) ઓફીસર ચોઇસ બલ્યુ ૧૮૦ એમ.એલની કુલ બોટલ નંગ ૩૭૯ કંપનીના શીલવાળી મળી આવેલ જે બોટલની

કીંમત રૂ. ૧૦૦/લેખે કુલ રૂપિયા ૩૭૯૦૦/

(૨) રોયલ સ્પેશીયલ ઓલ્ડ ડીંલક્ષ વ્હીસ્કી ૧૮૦ ર્મી.લી.ની બોંટલ નંગ ૬૭૧ મળી આવેલ જેની કીમત રૂપીયા ૧૦૦/- લેખે કીમત રૂપિયા ૬૭૧૦૦/-

(૩) હેવર્ડ ૫૦૦૦ ૫૦૦ એમ.એલના બીયરના ટીન નંગ ૬૬ મળી આવેલ જેની કીમત રૂપીયા ૧૦૦/- લેખે રૂપિયા ૬૬૦૦/-

(૪) ટુબોર્ગ સ્ટ્રોગ ૫૦૦ ટીન બીયર નંગ ૧૨૦ મળી આવેલ જેની કીમત રૂપીયા ૧૦૦/- લેખે રૂપિયા૧૨૦૦૦/ તેમજ ગાડીની કિંમત રૂપીયા ૩,૫૦,૦૦૦/ ગણી કબ્જે કરી અગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

#Ankleshwar #police #News #liquor #Gujarati News #ભરૂચ
Here are a few more articles:
Read the Next Article