અંકલેશ્વરના યુવાનનો ખેલાડી અક્ષય કુમારે આભાર વ્યક્ત કર્યો
BY Connect Gujarat12 Jun 2017 1:18 PM GMT
X
Connect Gujarat12 Jun 2017 1:18 PM GMT
અંકલેશ્વરના યુવાને બોલીવુડના ખેલાડી અક્ષય કુમારને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી, જેના જવાબમાં અક્ષયે યુવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.અંકલેશ્વરના યુવાન કેશવ પારીકે અક્ષય કુમારને ટ્વિટર પર 18 મિલિયન ફોલોવર્સ માટે શુભેચ્છા પાઠવી હતી. જેના જવાબમાં અક્ષયે પણ ખાસ કેશવનો આભાર વ્યક્ત કરતો રિપ્લાય આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે શહીદ વીર જવાનોના પરિવારજનો ને મદદરૂપ થવાના અક્ષય કુમારના સ્તુત્ય પ્રયાસને દેશ આખાએ બિરદાવ્યું છે અને તેઓ કરોડો ચાહકોના દિલમાં વસ્યા છે, ત્યારે અંકલેશ્વરના યુવાન કેશવ પારીકના એક ટ્વિટનો જવાબ પણ અક્ષય કુમારે આપતા તેની ખુશીનો પાર રહ્યો નહોતો અને અક્ષય કુમાર માત્ર રીલ લાઈફ હિરો નથી પરંતુ રિયલ લાઈફમાં હીરો હોવાની લાગણી કેશવ પારીકે વ્યક્ત કરી છે.
Next Story