Connect Gujarat
Featured

અમદાવાદ : ફરી લાગી રહી છે ગુટખા અને તંબાકુનો સ્ટોક કરવા લાઇન, જાણો કેમ...

અમદાવાદ : ફરી લાગી રહી છે ગુટખા અને તંબાકુનો સ્ટોક કરવા લાઇન, જાણો કેમ...
X

અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકનાર અને માસ્ક વગર બહાર નીકળતા લોકોને દંડની રકમ 200થી વધારી 500 રૂપિયા કરી દેવાઈ છે.


એક સમયનું કોરોનાનું એપી સેન્ટર અમદાવાદ શહેર ધીરે ધીરે કોરોનાના સંક્રમણને રોકવામાં સફળ નીવડી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વહીવટી તંત્ર કડકાઈપૂર્વક પગલાં ભરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકનારા તેમજ માસ્ક વગરના લોકોને દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 200 રૂપિયાથી વધારી દંડની રકમ 500 રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ શહેરમાં ચાલતા પાન ગુટખાના ગલ્લાઓને સોમવારે ગંદકી ફેલાવવા બદલ સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી બાદ શહેરના ઘણા ગલ્લાધારકોએ જાતે જ ગલ્લા બંધ કરવાનું શરૂ કરતા મસાલા, પડીકીઓનો સ્ટોક કરી લેવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આજે AMCની ટિમો ત્રાટકી હતી અને ભીડ કરતા પાનના ગલ્લાઓને સીલ મારવામાં આવ્યા હતા.


અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહયા છે. પરંતુ પાન મસાલાની દુકાનો પર થતી ગ્રાહકોની ભીડ ઘણીવાર સોશિયલ ડિસ્ટન્સના નિયમનું ઉલ્લંઘન કરે છે અને જાહેરનામાનો પણ ભંગ થતો હોય છે આવા દુકાનધારકો સામે શિક્ષાત્મક કાર્યવાહીથી ગલ્લા ધારકોમાં ડર ફેલાયો છે. કોર્પોરેશન દ્વ્રારા 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સોમવારે પાનના ગલ્લાના 376 યુનિટ સીલ કરાયા હતા અને 1,02,500 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી બે દિવસ સુધી પાનના ગલ્લા ખોલવામાં ન આવે તે પ્રકારની એકમના માલિકોની તૈયારી છે.

Next Story