Connect Gujarat
Featured

અમદાવાદઃ કોરોના મહામારીને લઈ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં 98.4 ટકાનો ધટાડો

અમદાવાદઃ કોરોના મહામારીને લઈ એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં 98.4 ટકાનો ધટાડો
X

કોરોનો મહામારીના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સંચાલન બંધ કરી દેવાયું હતું.જેના પગલે ૨૦૧૯ની સામે આ વર્ષે પેસેન્જરોની સંખ્યામાં કુલ 98.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ એરપોર્ટ પર 2019ના મે મહિનામાં કુલ 9,79,114 પેસેન્જર નોંધાયા હતા જેની સામે આ વર્ષે કોરોના મહામારીના કારણે મે મહિનામાં 16035 પેસેન્જરો નોંધાયા છે. આ મહિને 13,679 ડોમેસ્ટિક પેસેન્જરો નોંધાતા ગત વર્ષની સરખામણીમાં 98.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2356 ઇન્ટરનેશનલ પેસેન્જરો નોંધાતા 98.8 ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલ - મે મહિનામાં પણ કુલ પેસેન્જરોની સંખ્યામાં 99 ટકાનો ઘટાડો નોંધાયો છે. એ જ રીતે એરક્રાફ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. મેમાં કુલ 135 ઇન્ટરનેશનલ એરક્રાફ્ટની મૂવમેન્ટ થતાં 89.3 ટકાનો અને 335 ડોમેસ્ટિક એરક્રાફ્ટની મૂવમેન્ટ થતાં 93.9 ટકાનો ઘટાડો નોંધાયો છે

Next Story