અમરનાથ યાત્રામાં ફસાયેલ ગોંડલના 17 યાત્રિકો વતન પરત આવવા રવાના

New Update
અમરનાથ યાત્રામાં ફસાયેલ ગોંડલના 17 યાત્રિકો વતન પરત આવવા રવાના

રસ્તા ઉપર ભારે કાદવ-કીચડ ના કારણે જ શકાય તેવી સ્થિતિ નથી હેલિકોપ્ટરની મદદ માંગી

અમરનાથ યાત્રામાં પ્રતિવર્ષ દેશ-વિદેશના લાખો ભાવિકો જોડાય છે આ વર્ષે ગોંડલના ૧૭ જેટલા યુવાનો પણ અમરનાથ યાત્રામાં ગયા છે પરંતુ ખરાબ મોસમ અને વાતાવરણના કારણે તેઓએ અમરનાથ યાત્રા રોકી દીધી છે ગોંડલ પરત આવવા રવાના થઇ ગયેલ છે.

ગોંડલથી અમરનાથ યાત્રા માટે ધર્મેન્દ્રભાઈ ટોડીયા, ધર્મેન્દ્રભાઈ કોટક, ભુપતભાઈ બાંભવા દર્શનભાઈ બાંભવા તેમજ હેમત ભાઈ સહિતના 17 યુવાનો ગયા હતા. વાતાવરણ ખરાબ હોવાના કારણે છેલ્લા બે દિવસથી યાત્રા બંધ કરવામાં આવી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના પહેલ ગામમાં રોકાયેલા ગોંડલનાં આ યાત્રિકો પરત આવી રહ્યા છે. જ્યાં તેઓ રોકાયા હતા તે હોટલના રૂમનું એક દિવસનું ભાડું રૂપિયા પંદરસો લેવામાં આવી રહ્યું છે. અને જમવાનું પણ સમયસર મળે છે. પરંતુ વધુ વરસાદના કારણે સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદના કારણે ગોંડલના યાત્રિકોએ સરકાર પાસેથી હેલિકોપ્ટરની મદદ માંગી છે. આ વર્ષે અમરનાથ જવા માટે રસ્તામાં ભારે હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો હોય યાત્રિકોને વારંવાર યાત્રા બંધ કરવાની ફરજ પડી રહી છે.

Latest Stories