અમરેલીઃ જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ, ખેડૂતો હરખાયા

New Update
અમરેલીઃ જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ, ખેડૂતો હરખાયા

ગ્રામ્ય વિસ્તારમાંથી ધોધમાર વરસાદ પડતાં નદી નાળા છલકાયા

જાફરાબાદ તાલુકાના કડીયાળી જેવા અનેક ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. ઠેરઠેર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યાં છે. જાફરાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી ધોધમાર વરસાદ પડતાં નદી નાળા છલકાયા હતાં. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતો હરખાયા છે.

publive-image

અમરેલી જીલ્લાની સ્થિતિ જોઈએ તો જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં સમગ્ર વિસ્તોરોમાં પાણી ભરાયું હતું. કડીયાળી, વઠેરા, બલાળાના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદ પડતાં સમગ્ર પંથકમાં હરખની હેલી જોવા મળી છે. ખેડૂતોમાં ખાસ કરીને ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. જાફરાબાદ પંથકમાં ભારે વરસાદના કારણે વીજળી પણ ડુલ થઈ ગઈ હતી.

Latest Stories