/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-112.jpg)
છેલ્લા 35 દિવસમાં વઢેરામાં ભારે વરસાદથી પાણીનો ભરાવો થતાં લોકોને કિટ વિતરણ કરવામાં આવ્યું
અમરેલી જિલાના દરિયાકાંઠા પંથકમાં ચોમાસાની મોસમના ૩૫ દિવસમાં ૩૫ ઇંચ જેવો વરસાદ ખાબકતાં જાફરાબાદનું વઢેરા ગામ જળબંબાકાર બન્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં ૨૦ ઇંચ આસપાસના વરસાદ બાદ હજુ પણ વઢેરા ગામમાં પુરના પાણી ઓસર્યા નથી. જેથી સ્થાનિકોને પારાવાર પરેશાનીનો સમાનો કરવો પડી રહ્યો છે.
જાફરાબાદ તાલુકાનું વઢેરા ગામ હાલ વરસાદી પાણીમાં ગરકાવ છે. ચોમાસું આરંભ થયાના ૩૫ દિવસ માંજ વઢેરા ગામમાં ૩૫ ઇંચનો વરસાદ નોંધાઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી જાફરાબાદના વઢેરામાં ૨૦ ઇંચ આસપાસનો વરસાદ થતાં વઢેરાને જળબંબાકાર કરી દીધું છે. ગઈકાલથી વઢેરામાં વરસાદે વિરામ લીધો છે. છતાં હજુ પણ ઉપરવાસથી પુરના પાણી આવતા તેનો પ્રવાહ વઢેરામાં આવી રહ્યો છે. હજુ પણ વઢેરાના સ્થાનિકોના ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે.
વરસાદ વખતે વઢેરાની પરીસ્થિતિ અંગે સ્થાનિક મહિલા જુબીબેને જણાવ્યું હતું કે, ચાલુ વરસાદે ગામમાં પાંચ પાંચ ફૂટ પાણી હતા. જયારે હાલ પણ હજુ પુરના પાણીનો પ્રાવ્હ ચાલુ છે સ્થાનિકો પરેશાન છે ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતું વાઘાણી આજે વઢેરા પન્હોચ્યા હતા અને સમગ્ર વઢેરા ની સ્થિતિ નું નિરક્ષણ કર્યું હતું પુરના પાણીમાં ઉતરીને પુરગ્રસ્તોની મુલાકાત કરીને અસરગ્રસ્તોને કીટ વિતરણ જીતું વાઘાણીએ કરી હતી.
તો વઢેરા ગામની મુલાકાતે આવેલા ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વઢેરામાં થયેલી નુકશાની અંગે કેશડોલ્સ સહીત સહાય આપવાની હૈયાધારણા આપવામાં આવી હતી પશુઓને હાલાકી સહિતની સ્થિતિ નું નિરક્ષણ કર્યું હતું.
ગઈકાલે રાજ્યના કેબીનેટ મંત્રી કુવરજી બાવળીયા ગીરસોમનાથમાં લોકોના રોષનો ભોગ બનવા અંગે જીતું વાઘાણીએ જણાવ્યું હતું કે, રોડ રસ્તા તૂટી ગયા હોવાથી લોકોને મુશ્કેલી પડી હોય જેથી લોકોનો રોષ હોય તે સ્વાભાવિક છે. ત્યારે વઢેરા ગામમાં હજુ પણ પુરના પાણીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે દર ચોમાસે બનતી આ ઘટનાનું નિરાકરણ લાવવા સ્થાનિકો સાથે વઢેરાના સરપંચે પણ માંગ કરી હતી.
જાફરાબાદ છ કિલોમીટર દુર હોય અને વઢેરામાં ઉપરવાસનું પાણી આવતું હોય ત્યારે કેનાલ દ્વારા જાફરાબાદ ખાડી માં પુરના પાણી ચાલ્યા જાય તેવી વ્યવસ્થા કરવાની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે નેતાઓ આવીને ચાલ્યા જાય છે પણ વઢેરા ગામ માટે નક્કર કરવાની કામગીરી હજુ સુધી થઇ નથી ને પુરના પાણી હાલમાં પણ વઢેરા ગામમાં યથાવત છે.