/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/1532106550_pbr-joshi-4.jpg)
વિદેશી મહિલા સાથે પોરબંદર પંથકના યુવાને કર્યા હતા લવમેરેજ
દિલ્હી એમ્બેસી મારફતે વતન મોકલવાની કરી અપાઈ વ્યવસ્થા
૧૮૧ની ટીમે આફ્રિકન મહિલાને સાસરીયાના ત્રાસમાંથી છોડાવી છે અને જામનગર નારી સંરક્ષણ ગૃહમાં અને ત્યાંથી દિલ્હી એમ્બેસી મારફતે વતન મોકલવાની વ્યવસ્થા કરી અપાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આફ્રિકા જોબ માટે ગયેલ પોરબંદર પંથકના યુવાન સાથે આજથી ૧૦ વર્ષ અગાઉ આફ્રિકા મોઝામ્બીકની મહિલા વીડ સાથે લગ્ન કર્યા બાદ હાલ તેમને ૭ વર્ષનો એક છોકરો છે. વીડના આ બીજા લગ્ન હતા. પહેલા મેરેજ કર્યા હતા તેમાં ૧૨ વર્ષની છોકરી પણ છે.
બીજા લગ્ન બાદ વીડના સાસુ-સસરા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં એકલા રહેતા હોવાથી દોઢ વર્ષ અગાઉ અહીં શિફ્ટ થયા હતા. પરંતુ વીડને અહીં સાસરીયા પક્ષ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા તે અંગે તેમણે તેના આફ્રિકન માતા-પિતાને જાણ કરી હતી અને તેઓએ દિલ્હી એમ્બસીમાં જાણ કરીને એ લોકોને અહીંથી પાછા આફ્રિકા લઈ જવાની વાત કરી હતી.
વીડ મોઝામ્બીકની રહેવાસી હોય હિન્દી અથવા અંગ્રેજી ભાષા સમજતા ન હતા. એની સાથે નાની છોકરી હતી તે થોડું ઘણું હિન્દી સમજતી હતી. વીડના પતિએ વિઝા માટેના પૈસા ન હોવાથી આફ્રિકા પરત જવા માટે વીડને બે-ત્રણ મહિનાની રાહ જોવા જણાવ્યું હતું. પરંતુ વીડનો પતિ એવો આ પોરબંદર પંથકનો યુવાન તેની સાથે મારકૂટ કરતો હોય, સસરા પણ દારૂ પીને બુમો પાડતા તેમજ આખો દિવસ કામ કરાવતો હતો.
આથી આ અંગે મહિલા હેલ્પલાઈન સેવા ૧૮૧ અભયમની મદદ લેવામાં આવી હતી અને ૧૮૧ની ટીમે વીડને જામનગર નારી સંરક્ષણ ગૃહમાં સોંપવામાં આવેલ અને ત્યાં દિલ્હી એમ્બેસીમાંથી બે મેડમ તેમને લેવા માટે ખાસ આવ્યા હતા અને વીડને પોતાના વતનમાં તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી.