આમોદમાં તણછાના ફાટક પાસે ટેમ્પો ઝાડ સાથે અથડાતાં ૧નું મોત, ૧ ઘાયલ

New Update
આમોદમાં તણછાના ફાટક પાસે ટેમ્પો ઝાડ સાથે અથડાતાં ૧નું  મોત, ૧ ઘાયલ

આમોદના તણછા ગામે ફાટક પાસેના ઝાડ સાથે એક ટેમ્પો ભટકાતા ટેમ્પામાં સવાર ઇસમનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

તા.૩૦મીની વહેલી સવારે આમોદ તાલુકાના તણછા ગામ પાસે આવેલ ફાટક નજીકથી પસાર થતો ટેમ્પો નં. GJ-15-YY-4701 ઝાડ સાથે અથડાતાં ટેમ્પોમાં સવાર એક ઇસમનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓના પગલે કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. જયારે ટેમ્પોમાં સવાર અન્ય એકને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યો હોવાના એહવાલ મળી રહ્યા છે. આ બનાવની જાણ આમોદ પોલીસને કરાતા પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી ગંભીર ઇજાઓના પગલે મોતને ભેટનાર ઇસમની લસને પી.એમ. અર્થે રવાના કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે હાલમાં તો આ ટેમ્પો કયાંથી કયાં જતો હતો. તેમાં મરનાર ઇસમ કયાંનો હતો અને સાથેનો ઘાયલ ઇસમ કોણ હતો તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories