કરજણ :  નેશનલ હાઇવે 48 પર મોટરસાયકલ સવારને નડ્યો અકસ્માત,ઘટના સ્થળે નિપજ્યું મોત

New Update
કરજણ :  નેશનલ હાઇવે 48 પર મોટરસાયકલ સવારને નડ્યો અકસ્માત,ઘટના સ્થળે નિપજ્યું મોત

ને.હાઇવે ૪૮ પર કરજણ નજીક મોટરસાયકલ સવારને નડેલા અકસ્માતમાં મોટરસાયકલ સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.

ને.હાઇવે ૪૮ પર કરજણ નજીકથી મોટરસાયકલ લઇને પસાર થઇ રહેલા દાહોદ જિલ્લાના લીમડી ગામના વતની સુરેશભાઈ કાલુભાઈ હઠીલાની મોટરસાયકલને અકસ્માત નડતા તેઓને થયેલી ગંભીર ઇજાઓના પગલે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

આ અકસ્માતની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.જોકે આ અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી. અકસ્માત સંદર્ભે વધુ તપાસ કરજણ પોલીસ ચલાવી રહી છે.

Latest Stories