કુંવરજી બાવળીયાએ ટીકિટ ફાળવણી માટે નાણા લીધાનો ઈન્દ્રનીલનાં આક્ષેપ

New Update
કુંવરજી બાવળીયાએ ટીકિટ ફાળવણી માટે નાણા લીધાનો ઈન્દ્રનીલનાં આક્ષેપ

ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું 'કોર્પોરેશનની ચૂંટણીમાં ટીકિટ ફાળવણી માટે નાણા લીધા હતા'

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 વખતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ઉમેદવારી નોંધાવનાર ઈન્દ્રનિલ રાજગુરૂને 54 હજારથી પણ વધુ મતોથી હારનો સામનો કરવો પડયો હતો. હાર મેળવ્યા બાદ ઈન્દ્રનિલ રાજ્યગુરુ શહેર કોંગ્રેસના પ્રમુખ ચોકક્સ રહ્યા હતા. જોકે બાદમાં પક્ષના કોઈ કાર્યક્રમમાં દેખાયા નહોતા. હાર મળ્યાના છ મહિના બાદ ઓચીંતા કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દાઓ પરથી પોતે રાજીનામું ઘરી દીધુ હતુ. જે બાદ ઈન્દ્રનિલ રાજ્યગુરૂની સામે ગણાતું બાવળીયા જુથના ખુદ કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધરાણ કર્યો હતો. આ તબક્કે ઇન્દ્રનીલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હવે હું પક્ષમાં નથી એટલે બોલી શકું, કોર્પોરેશનની ચૂંટણી સમયે અમુક લોકોને ટિકિટ અપાવવા માટે કુંવરજી બાવળીયાએ પૈસા લીધા હતા.

રાજકોટમાં કહેવાતા બે જુથમાંથી બંને જુથના નેતાઓએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસની નૈયા આગળ ધપાવનાર કોઈ નથી. ત્યારે ઈન્દ્રનિલના સમર્થકોની રવિવારના રોજ મિટીંગ મળી હતી. કહેવાતી સમાજની બેઠકમા સમાજના આગેવાનોના નામે ઈન્દ્રનિલના સમર્થકો હાજર રહ્યા હતા. ત્યારે ગત મોડી રાત્રે અમેરીકાથી ઈન્દ્રનિલ પરત ફરતાં તેમના સમર્થકો તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈન્દ્રનિલને ફરી રાજકારણમાં સક્રિય થવા માંગ કરી હતી.

ઈન્દ્રનિલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિતેચ્છુઓની માંગ પર વિચારીશું. હાલ આ બાબતે હું કોઇ નિર્ણય નહીં લઉં. સાથોસાથ રાજકોટમાં કોંગ્રેસમાં જ અન્ય જુથ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ફરી બાવળીયા ઉભા ન થાય તેની કોઇ ગેરેન્ટી નથી. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગત મોડી રાત્રે અમેરીકાથી પરત ફર્યા હતા. ત્યારે ફરી તે આવતીકાલે દુબઇ જવાના છે. અને 16 જુલાઇએ પરત ફરશે.

રાહુલ ગાંધી સાથે મુલાકાત નક્કી નહી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સમયમા ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમની સાથે મુલાકાતનો કોઇ કાર્યક્રમ નક્કી ન હોવાનુ જણાવ્યુ હતુ. તેમજ આ બાબતે કોંગ્રેસમાં કોઇ સાથે વાત નહી થઈ હોવાનુ પણ જણાવ્યુ હતુ. અલગ અલગ સમાજના લોકો રાજકારણમાં સક્રિય થવા માંગ કરી છે. હું લોકો વચ્ચે રહી સમાજ સેવા કરીશ, મને પક્ષની કાર્યપધ્ધતિ સામે વાંધો છે. પક્ષની કાર્યપધ્ધતિ બદલાશે તો જરૂર પરત ફરવાનું વિચારીશ અને કોંગ્રેસ પક્ષમાં નવા બા અવળીયા ઉભા નહીં થાય તેની કોઇ ગરેન્ટી નથી.

Latest Stories