/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/58.jpg)
વીવીઆઈપી ઓ ની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ માટે કામગીરી કરાવી અને સુરક્ષા કરવી મુશ્કેલ બની
રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ એક થી એક રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમો ગોઠવ્યા છે.સાથે વીવીઆઈપી ઓ ની એકધારી વીઝીટો થી બે દિવસ અગાઉથી સુરક્ષા સામે આદિવસીઓનો વિરોધ સાથે સુરક્ષા બંધોબસ્તમાં નર્મદા પોલીસ વ્યસ્ત રહે છે. જેને લઈને તસ્કરી ગેંગ કેવડિયામાં બીજીવાર ત્રાટકી અને એક જ રાતમાં પાંચ દુકાનો ને ટાર્ગેટ બનાવી તાળા તોડી જેમાં રહેલા રોકડ રકમ અને અન્ય સમાનની પણ ચોરી કરી અંદાજિત લાખોની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. ત્યારે કેવડિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. FSL ડોગ સ્કોડ બોલાવી આ ચોરો નું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા કોલોનીમાં ગત 31 જાન્યુઆરીના રોજ એક રાતમાં દુકાનો અને ઘરો મળી 15 સ્થળો પર ચોરી કરી તસ્કરી ગેંગ 2.30 લાખની સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહીત ચોરી ગયા હતા. જોકે પોલીસ આ ચોરોનું પગેરું શોધે એ પહેલા તસ્કરોએ બીજીવાર ત્રાટકી પોલીસ સામે પડકાર ફેંક્યો છે.