કોંગ્રેસના સભ્યોના વોર્ડમાં વિકાસના કામ ન કરતા હોવાના આક્ષેપ સાથેના ધરણા ૨૪ કલાકથી યથાવત

New Update
કોંગ્રેસના સભ્યોના વોર્ડમાં વિકાસના કામ ન કરતા હોવાના આક્ષેપ સાથેના ધરણા ૨૪ કલાકથી યથાવત

ભરૂચ પાલિકામાં વિપક્ષના સભ્યોએ પ્રમુખની કેબીન બહાર સુઈ રાત વિતાવી

ભરૂચ નગરપાલિકાના વિપક્ષના વોર્ડના વિકાસના કામોને જાણીજોઇને શાસક પક્ષ દ્વારા ડીલે કરતા હોવના આક્ષેપો સાથે વિપક્ષ નેતા શમસાદઅલી સૈયદ તેમજ અન્ય ચુંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પાલિકા ખાતે પ્રમુખના કેબીનની બહાર જયાં સુધી તેમના વોર્ડના વિકાસના કામોના ટેન્ડર ઉપર સાઇન ના કરાય ત્યાં સુધી ધરણાં યોજી પાલિકાના શાસક પક્ષ ઉપર આક્ષેપો કર્યા હતા.

વિકાસના કામો કરવા માટે પાલિકા પ્રમુખ પાસે સમય નહીં પર તું ધારાસભ્યના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમો માટે સમય હોવાનો વિરોધ પક્ષે આક્ષેપ કરવા સાથે પાલિકા પ્રમુખના કેબીનની બહાર ધરણા યથાવત રાખવામાં આવ્યા હતા. જેમાં કોંગી પ્રમુખ પરિમલસિંહ રણા પણ જોડાયા હતા. પ્રજાના હિતમાં શાસક પક્ષની શાન ઠેકાણે લાવવા વિપક્ષે યોજેલા ધરણા સંદર્ભે પાલિકાના ચીફ ઓફીસરે પણ યોગ્ય નિકાલ ન અપાતા છેલ્લા ૨૪ કલાક વિત્યા છતાં યથાવત રખાયા છે. જે ધરણા હવે આંદોલન માં ફેરવાય તેવી શકયતાઓ પ્રબળ બનતી દેખાઇ રહી છે.

Latest Stories