કોંગ્રેસી નેતાની ટીપ્પણી સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

New Update
કોંગ્રેસી નેતાની ટીપ્પણી સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના નેતા સૈફઉદ્રીનએ સરદાર પટેલ વિશે ટીપ્પણી કરતાં થઈ રહ્યો છે વિરોધ

કોંગ્રેસી નેતા સૈફઉદ્દીન સેજ દ્વારા કશ્મીર મુદ્દે સરદાર વલ્લભભાઈ પટેલ અંગે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. જે બાદ વિવાદ વકર્યો હતો. તેને લઈને આજ રોજ ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પાંચબત્તી ખાતે સૈફઉદ્દીન સેજનાં પૂતળાને ચપ્પલથી મારમારી વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં પૂતળા પર કલર નાંખી ભારે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની ગુજરાત અને સરદાર પટેલ વિરોધની નીતિ છતી થઈ છે. જોકે મીડિયાએ આ વિરોધ સંદર્ભે પૂછતાં એક તબક્કે તેઓ મૂંઝવણમાં મૂકાયા હતા. અને કોંગ્રેસી નેતાએ કઈ ટીપ્પણીકરી હતી તેની સ્પષ્ટતા કરી શક્યા નહોતા.

Latest Stories