કોસંબા નજીક NH 48 ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7થી વધુ ઘાયલ

New Update
કોસંબા નજીક NH 48 ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7થી વધુ ઘાયલ

મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસ ટ્રક સાથે ભટકાતાં રોડ સાઈડ પર ઉતરી

મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી એખ લક્ઝરી બસને નેશનલ હાઈવે 48 ઉપર કોસંબા પાસે અકસ્માત નડ્યો હતો. ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ બન્ને વાહનો રોડ સાઈડ ઉપર ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 7થી વધુ મુસાફરોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા કોસંબા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-48 ઉપર આજરોદ વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મુંબઈથી અમદાવાદ તરફ જતી ખાનગી કંપનીની વોલ્વો લક્ઝરી બસ અને એક ટ્રક ભટકાતાં અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બંને વાહનો રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગયા હતા. અકસ્માતને પગલે સ્થળ ઉપર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં સવાર મુસાફરોએ બુમાબુમ કરી મુકી હતી. જેમાં 7 થી 8 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા 108 તેમજ હાઇવે પેટ્રોલીંગની એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.

Latest Stories