જૂનાગઢ : વંથલીના બંટીયા ગામના ખેડૂતે આર્થિક ભીંસથી કંટાળી કર્યું આત્મવિલોપન

New Update
જૂનાગઢ : વંથલીના બંટીયા ગામના ખેડૂતે આર્થિક ભીંસથી કંટાળી કર્યું આત્મવિલોપન

જૂનાગઢ વંથલી સોરઠના બંટીયા ગામના ખેડૂતનું આર્થિક સંકળામણના કારણે આત્મવિલોપન

ગુજરાતમા ખેડૂતોના આત્મવિલોપનનો સીલ સિલો યથાવત છે. ત્યારે જૂનાગઢ વંથલીના બંટીયા ગામના ખેડૂતે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરતા ચકચાર મચી જવા પામ્યો હતો.

વંથલી તાલુકાના બંટીયા ગામમાં રહેતા હર્ષસુખભાઈ જીવાભાઈ જેમની ઉંમર આશરે 55 વર્ષ જે પોતે ખેડૂત છે. ખેતી કરતા ગત બે વર્ષથી પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકણામણમા આવી ગયા હતા. જેમને લીધે હરસુખભાઈ એ આત્મવિલોપનનું પગલું ભર્યું જેવું જાણમાં આવેલ છે, શરીરે સંપૂર્ણ દાજી જવાથી હરસુખ ભાઈનું મોત થવા પામ્યું હતું, 108 દ્વારા લાશને વંથલી પી.એમ માટે લઈ જવામાં આવી હતી,

Latest Stories