ગુજરાતમાં યહુદીઓને ધાર્મિક લઘુમતીનો અપાશે દરજ્જોઃ CM

New Update
ગુજરાતમાં યહુદીઓને ધાર્મિક લઘુમતીનો અપાશે દરજ્જોઃ CM

મુખ્યમંત્રીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં ઇઝરાયલના પ્રવાસે છે. ત્યારે તેમની મુલાકાત ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે થઈ હતી. આ મુલાકાત પછી તેમણે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપશે. આ વિશે ટૂંક સમયમાં એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે.

publive-image

મુખ્યમંત્રીએ કહ્યું છે કે, આ નિર્ણય દ્વારા યહૂદી સમાજ દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી માગ પૂરી કરી શકાશે. રૂપાણીએ 45 મિનિટની બેઠક દરમિયાન નેતન્યાહુને કહ્યું હતું કે, ગુજરાતી યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં યહૂદી સમાજના કેટલાક લોકો અમદાવાદમાં રહે છે અને તેમની સંખ્યા 200થી પણ ઓછી છે.

Latest Stories