ગોંડલના ભરૂડી ટોલનાકા પાસેથી એસટી બસમાંથી ગૌમાંસ ઝડપાયું

New Update
ગોંડલના ભરૂડી ટોલનાકા પાસેથી એસટી બસમાંથી ગૌમાંસ ઝડપાયું

બે મહિલાઓની કરાઈ ધરપકડ

ગોંડલના ભરૂડી ટોલનાકા પાસેથી બે એસટી બસમાંથી ગૌમાંસ સાથે બે મહિલાઓની ધરપકડ કરવામા આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ધોરાજીથી રાજકોટ આવી રહેલી જી.જે 18 ઝેડ 823 નંબરની બસમા બેઠેલી બે મહિલાઓ ધોરાજીથી ગૌમાંસ લઈ સફર કરી રહી છે. ત્યારે ગોંડલના ગૌ સેવકોએ પોલીસને સાથે રાખી મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે મહિલાઓ પાસેથી 200 કિલો જેટલો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે બંને મહિલાઓ રાજકોટના મોરબી રોડ પર રહે છે. ત્યારે પોલીસે હાલ બંને મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories